હાર્દિક દિક્ષીત/વડોદરા :ચાણસદની 20 વર્ષની ખુશ્બુ જાનીની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. ઠંડે કલેજે ખુશ્બુની હત્યા કરનાર તેનો ધર્મનો ભાઈ જ નીકળ્યો હતો. ખુશ્બુથી બે વર્ષ નાના અને કહેવાતા ધર્મના ભાઈએ ખુશ્બુ પર દાનત બગાડી હતી, અને ખુશ્બુએ તેનો પ્રતિકાર કરતા તેણે ખુશ્બુની હત્યા કરી હતી. આ હત્યામાં તેના માતાપિતાએ પણ તેને સાથ આપ્યો હોવાથી પોલીસે તેના માતાપિતાની પણ ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિકનિકમાં મોકલતા પહેલા સો વાર વિચારજો, નહિ તો આવી રીતે દીકરો ગુમાવવાનો વારો આવશે 


પ્રમુખ સ્વામી મહારાજના ઘરના ડીવીઆર ચોરનાર જ હત્યારો નીકળ્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ છેલ્લાં નવ દિવસથી ખુશ્બુ જાનીના હત્યારાને શોધવાનો પ્રયાસ કરી રહી હતી. ચાણસદમાં રહેતી 20 વર્ષની ખુશ્બુ જાની એસએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. જેની લાશ નવ દિવસ પહેલા ચાણસદના હજીરા તળાવમાંથી મળી હતી. માથામાં હથોડી અને કુહાડીના ઘા ઝીંકીને ખુશ્બુને મારવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન જ પ્રમુખ સ્વામીના જન્મસ્થળ એવા ચાણસદના પ્રમુખ સ્વામી મહારાજના ઘરના ઉપલા માળથી સીસીટીવીના કેમેરા અને ડીવીઆરની ચોરી થઈ હતી. જેથી પોલીસને શંકા ગઈ હતી કે, ડીવીઆર ચોરનાર જ ખુશ્બુનો હત્યારો હોઈ શકે છે. જેણે પુરાવા નાશ કરવા આ ચોરી કરી હતી. ત્યારે પોલીસની શંકા સાચી પડી હતી, અને ખુશ્બુના ધર્મના ભાઈ જય વ્યાસનો ભાંડો ફૂટ્યો હતો.


‘હું સાજો-નરવો છું...’ મોતના સમાચાર પર ભીખુદાન ગઢવીએ કરી સ્પષ્ટતા


હત્યાના બીજા દિવસે જય ખુશ્બુના ઘરે ગયો હતો
જય આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. તેના પિતા હરીશ વ્યાસ ખઆનગી કંપનીમાં નોકરી કરી છે અને માતા ચાણસદમાં આંગણવાડીની કર્મચારી છે. જયની બહેન કોલ સેન્ટરમાં નોકરી કરે છે. ઠંડા કલેજે હત્યા કરીને જય બીજા દિવસે જ ખુશ્બુના ઘરે ગયો હતો. તેણે ખુશ્બુના માતાપિતાને કહ્યું હતું કે, ખુશ્બુ ગુમ થઈ તે અમને જણાવતા પણ નથી ને. 


જયે કેમ ખુશ્બુની હત્યા કરી હતી
ખુશ્બુ જયને પોતાનો ધર્મનો ભાઈ માનતી હતી. 11 ડિસેમ્બરના રોજ જયે ખુશ્બુને પોતાના ઘરે પુસ્તકને પુઠ્ઠા લગાવવાના બહાને બોલાવી હતી. ખુશ્બુ જ્યારે તેના ઘરમાં બેસી હતી, ત્યારે જયે તેની પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. ત્યારે ખુશ્બુએ તરત તેનો પ્રતિકાર કર્યો હતો. પણ ગુસ્સાયેલા જયે તેને પહેલા હથોડી માથાના ભાગમાં ઝીંકી હતી. પરંતુ બચી ગયેલી ખુશ્બુ દોડીને બાથરૂમમાં છુપાઈ ગઈ હતી. ત્યારે જયે બાથરૂમનું હેન્ડલ તોડીને તેના ગળાના ભાગે વધુ ઘા ઝીંક્યા હતા. જેથી ખુશ્બુ ત્યાં જ મૃત્યુ પામી હતી.


આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો


લાશને સગેવગે કરી
જયે ખુશ્બુની લાશને પહેલે તો દોરીથી બાંધી દીધી હતી. બાદમાં તેના મૃતદેહને ગોદડીમાં લપેટ્યો હતો અને પછી કોથળામાં ભર્યો હતો. બપોરના સમયે જ તે એક્ટિવા પર કોથળો મૂકીને હજીરા તળાવ સુધી તેને લઈ ગયો હતો અને દિવસના અજવાળામાં જ તેણે લાશને તળાવમાં ફેંકી દીધી હતી. પરંતુ તે આટલે અટક્યો ન હતો. ખુશ્બુના ચંપલ તેણે તળાવની ઝાડીમાં ફેંકી દીધા હતા. એ જ દિવસે રાત્રે તે ફરીથી તળાવ પાસે ગયો હતો. તેણે ખુશ્બુના મૃતદેહ સાથે લાકડુ બાંધ્યું હતું અને ફરી તળાવમાં લાશ સરકાવી હતી.


જયના માતાપિતા પણ હત્યામાં સહભાગી
જ્યારે ખુશ્બુની હત્યા થઈ હતી ત્યારે જયના માતાપિતા ઘરે ન હતા. પરંતુ તેઓ જ્યારે ઘરે ફર્યા ત્યારે તેઓએ ઘરમાં લોહીના ડાઘા જોયા હતા. જય પાસેથી સઘળી માહિતી મળતા તેઓએ દીકરાની આ હરકત પર ઢાંકપિછોડો કર્યો હતો અને તેઓએ લોહીના ડાઘાનો નિકાલ કર્યો હતો. પોલીસે તેના માતાપિતાની પણ ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....