• ગોરધન પાટણવાડિયા 15 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. 2010 માં જ્યાર તે ભાયલી ગામનો સરપંચ હતો, ત્યારે તેના ગોડાઉનમાં રેડ પડી હતી, અને દારૂ પકડાયો હતો. આ જ કેસમાં પાસા થયા હતા.


હાર્દિક દિક્ષીત/વડોદરા :ગુજરાત પોલીસ (gujarat police) દ્વારા દારૂને લઈને સખત બની છે. ગુજરાતના વિવિધ શહેરોમાં રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવાની કાર્યવાહી ઝડપી બની છે. છેલ્લાં કેટલાક દિવસોથી સઘન તપાસ શરૂ કરાઈ છે. ત્યારે આજે ભાજપ (bjp) ના જ નેતા પાસેથી દારૂનો જથ્થો (liquor ban) પકડાયો છે. વડોદરા ભાયલી ગામનો જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી બિયરનો મોટો જથ્થો પકડાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સેક્સ લાઈફ વિશે પહેલીવાર ખૂલીને બોલ્યા કરણ જોહર, કહ્યું-હું બોલીશ તો કદાચ જેલ જવુ પડશે 


તાલુકાના સભ્યની બિયરની પેટી નીકળી 
પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ભાયલી ગામમાં જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદીપ પરમાર બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂટક વેચાણ કરે છે. એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે ત્યા રેડ કરી હતી. ત્યારે સંદીપ પરમારના ઘરમાંથી 9 નંગ બિયરની પેટી મળી આવી હતી. 23,760 રૂપિયાના કુલ 216 નંગ બિયરના ટીન તેની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીએ સઘન પૂછપરછ કરતા તેણે ગોરધન પાટણવાડિયાનું નામ લીધું હતું. ગોરધન પાટણવાડિયા નામના શખ્સે મંગાવેલ બિયરના ટીમ તેના ઘરે સંતાડી રાખ્યા હોવાનું તેણે એલસીબીને જણાવ્યું હતું. ત્યારે એલસીબીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા ભાયલી જિલ્લા પંચાયતનો સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલો છે. 


આ પણ વાંચો : દર્દનાક બીમારીથી તડપીને થયું હતુ આ ગુજરાતી અભિનેતાનું મોત


એલસીબીએ સંદીપ પરમાર નામનાં આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ભાજપનો સભ્ય ગોરધન પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા દારૂના મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં પણ તેની પાસેથી દારૂ પકડાય હતો અને આ કેસમાં તેને પાસા થયા હતા. ગોરધન પાટણવાડિયા 15 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. 2010 માં જ્યાર તે ભાયલી ગામનો સરપંચ હતો, ત્યારે તેના ગોડાઉનમાં રેડ પડી હતી, અને દારૂ પકડાયો હતો. આ જ કેસમાં પાસા થયા હતા. ત્યારે પોલીસે ગોરધન પાટણવાડિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. 


આ પણ વાંચો : AMCની નોટિસ, ‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’