રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના આજવા રોડ પર દિવાળીની રાત્રે અભિનેત્રી પાયલ રાજપુતના બર્થડેની દારૂની પાર્ટી પકડાઈ હતી. આ દારૂની પાર્ટી અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. પાર્ટીમાંથી પકડાયેલ મિતેષ રબારી અમદાવાદ શહેર ભાજપનો મંત્રી હોવાનુ બહાર આવ્યુ છે. પાયલ રાજપુતનો જન્મ દિવસ ઉજવવા ત્રણ શખ્સો વડોદરા આવ્યા હતા અને વડોદરા આજવા રોડની ડવડેક એપાર્ટમેન્ટમા દારૂની મહેફિલ માણતા ક્રાઈમ બ્રાન્ચે તમામને ઝડપી પાડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂની પાર્ટીમાં પકડાયેલા ત્રણ ઈસમો પૈકી મિતેષ રબારી અમદાવાદ શહેર ભાજપનો મંત્રી છે. અમદાવાદ શહેરમાં મિતેષ રબારીએ દિવાળીની શુભેચ્છાના અનેક બેનર લગાવ્યા છે. શિસ્તબદ્ધ પાર્ટીનો હોદ્દેદાર દારૂની પાર્ટી કરતા ઝડપાયો છે. પોલીસે ઝડપેલાં મિતેષ અમૃતભાઇ રબારી (રહે. હર્શીદ પાર્ક, વસ્ત્રાલ અમદાવાદ) પોતે ફિલ્મ પ્રોડ્યુસર છે અભિનેત્રી પાયલ રાજપુતે ઘણી ગુજરાતી ફિલ્મ તેમજ આલબમમાં કામ કર્યું હોવાથી મિતેષ રબારી ઘરોબો ધરાવતી હોવાથી તેને પોતાની બર્થડે પાર્ટીમાં મિતેષને બોલાવ્યો હતો.


આ પણ વાંચો : ખેડા પોલીસ સ્ટેશનની બહાર વિકરાળ આગ, 25 વાહનો બળીને ખાખ થયા


દિવાળીની રાતે પકડાઈ હતી દારૂની પાર્ટી
વડોદરામાં દિવાળી પર્વે એક હાઇપ્રોફાઇલ શરાબની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરનાં આજવા રોડ ખાતે આવેલાં વૈભવી ડવડેક એપાર્ટમેન્ટના કે-2 ટાવરના છઠ્ઠા માળે દિવાળીની રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેથી પોલીસે ફ્લેટમાં રેઇડ કરતાં ત્રણ યુવક અને એક યુવતી શરાબની મહેફિલ માણતા ઝડપાઇ ગયાં હતાં. બાદમાં પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયાં હતા.


આ પણ વાંચો : કુખ્યાત ગેડિયા ગેંગના મોસ્ટ વોન્ટેડ આરોપી પિતા-પુત્રનું એન્કાઉન્ટર, પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો


શરાબની મહેફિલમાં ઝડપાયેલી યુવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પાયલ રાજપૂત નીકળી હતી. અભિનેત્રી પાયલ રાજપૂતનો જન્મ દિવસ હોવાથી તેના દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના ત્રણ મિત્રો અમદાવાદ ખાતેથી BMW કારમાં વડોદરા આવ્યાં હતા અને ડવડેક એપાર્ટમેન્ટમાં અભિનેત્રી પાયલ રાજપૂતનાં ઘરે પાર્ટીમાં શામિલ થયાં હતાં.


આ પણ વાંચો : GTU એ 2 નવા કોર્સ લોન્ચ કર્યાં, વિદ્યાર્થીઓને શીખવાડશે ભરતનાટ્યમ અને ઘોડેસવારી


જો કે, દિવાળી ટાણે યોજાયેલી આ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડી મહેફિલ માણતા તમામને ઝડપી લીધાં હતાં.. BMW કારમાં આવેલા ત્રણ પૈકી એક ઇસમ ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેમની મહેફિલમાં દરોડો પાડી અભિનેત્રી પાયલ રાજપૂત  અને નિર્માતા મિતેષ રબારી ઉપરાંત નરેન્દ્ર ગોસાઇ અને નીરવ શર્મા નામનાં શખ્સોને ઝડપી લેતાં તેમની દિવાળી બગડી હતી.