રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોર્પોરેશનની 76 બેઠક પર ચૂંટણી (Local Body Polls) લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ત્રણ જ દિવસમાં 750 ફોર્મનો ઉપાડ થયો છે. જોકે, હજી સુધી એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી નથી. આજથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. અપક્ષ ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવશે. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 5-6 ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.શિતલ મિસ્ત્રીનું નામ લગભગ ફાઈનલ
વડોદરામાં ભાજપ (BJP) ના ઉમેદવારો બપોર સુધી જાહેર થવાની શક્યતા છે. ત્યારે વોર્ડ 3 માંથી પરાક્રમસિંહ જાડેજા અને ડો રાજેશ શાહનું નામ નક્કી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો સાથે જ વોર્ડ 4 કે 5 માં ડો. શીતલ મિસ્ત્રીનું નામ ફાઈનલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ડો. શીતલ મિસ્ત્રી ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી છે. તો વોર્ડ 1 માંથી સતીશ પટેલ અને કેતન શેઠનું નામ નક્કી હોવાનું કહેવાય છે. 


આ પણ વાંચો : ચૂંટણીમાં કોનું પત્તું કપાશે, કોની લોટરી લાગશે તે આજે ખબર પડી જશે


પૂર્વ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાશે 
તો બીજી તરફ, કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ (congress) ને આજે મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પાલિકા પૂર્વ વિપક્ષ નેતા આજે ભાજપમાં જોડાઈ શકે છે. વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરી આજે ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ સાંજે ભાજપમાં જોડાય તેવો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં સતત 6 ટર્મથી ચિરાગ ઝવેરી કોર્પોરેટર તરીકે ચૂંટાય છે. 


આ પણ વાંચો : ભત્રીજી સોનલ મોદીએ કાકા નરેન્દ્ર મોદી પાસેથી ચૂંટણી લડવા ટિકીટ માંગી, આજે પિક્ચર થશે ક્લિયર 


ચૂંટણી તંત્ર સજ્જ 
વડોદરા કોર્પોરેશન ચૂંટણી (local election) ને લઈને વડોદરા ચૂંટણી તંત્ર સજ્જ થઈ રહ્યું છે. અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ છે. કલેક્ટર કચેરી, કુબેર ભવન, નર્મદા ભુવન, છાણી નર્મદા ભુવન અને જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવાર સાથે માત્ર 5 વ્યક્તિઓને ચૂંટણી અધિકારી સમક્ષ પ્રવેશ અપાશે. કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન ઉમેદવાર અને ટેકેદારોએ કરવાનું રહેશે. 


આ પણ વાંચો : કોમી એકતાનું મોટું ઉદાહરણ, એક મંડપમાં હિન્દુ યુવતી ફેરા ફરી, તો બીજા મંડપમાં નિકાહ પઢાવાયા