વડોદરા: વડોદરા (Vadodara) માં પાલિકાએ વનીકરણ માટે ફાળવેલા 46 પ્લોટ (Plot) ના વિવાદ મામલે આખરે મેયર ઝૂક્યા છે. વનીકરણના નામે પ્લોટ પર જે તે સંસ્થાએ બાંધકામ કરી લીધું હતું જેનો ખુલાસો કોંગ્રેસે કર્યો હતો, જે મામલે મેયરે તમામ 46 પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara) માં પાલિકાએ 350 કરોડના 46 પ્લોટ વનીકરણ માટે જે તે સંસ્થા અને રાજકારણીઓને આપ્યા હતા. જેમાં વનીકરણના બદલે પ્લોટમાં બાંધકામ અને પેવર બ્લોક નાખી દીધા હોવાનો ખુલાસો કોંગ્રેસે (Congress) કર્યો હતો. કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી પ્લોટ પરત લેવા માટે આંદોલન કરી રહી હતી ત્યારે આખરે આંદોલન સામે પાલિકા ઝૂકી છે. પાલિકાના સત્તાધીશોએ લોકોને વનીકરણ માટે આપેલ તમામ 46 પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

Tips: રિસાયેલા પાર્ટનરને આ 4 રીતે મનાવો, પાર્ટનર પણ થઈ જશે ખુશ


મેયર કેયુર રોકડીયા એ કહ્યું કે જે તે સંસ્થાઓને આપેલા પ્લોટ (Plot) પરત લેવાનો નિર્ણય કર્યો છે સાથે જ તમામ પ્લોટ પાલિકા ડેવલપ કરશે. સાથે જ મેયરે (Mayor) પ્લોટનો ઉપયોગ કરનારા તમામ સંસ્થાઓ અને રાજકારણીઓનો આભાર પણ માન્યો હતો.


કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ , પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત અને કાર્યકરો આજે કોર્પોરેશન કચેરી પર પહોંચ્યા અને પ્લોટ પરત લેવા માટે દેખાવો કર્યા. સાથે જ કોંગ્રેસ કાર્યકર નિલેશ બ્રહ્મભટ્ટે મેયરની ગાડી પર છોડ લગાવી દીધા તેમજ મેયરને છોડ આપીને કોંગ્રેસે રજૂઆત પણ કરી.

YouTube એ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કંટેન્ટ ક્રિએટર્સ


કોંગ્રેસ (Congress) પ્રમુખ પ્રશાંત પટેલ (Prashant Patel)  અને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે કહ્યું કે મેયર અને ભાજપ સત્તાધીશોનો પ્લોટ પરત લેવા બદલ આભાર માનીએ છે. સાથે જ તમામ પ્લોટ ગૌરી વ્રતમાં કુંવારિકાઓ માટે ખુલ્લા કરવામાં આવે તેવી માંગ પણ કરીએ છે.

Signs: દરેક મહિલાને આ સંકેતો વિશે હોવી જોઇએ જાણકારી, સ્વાસ્થ્યનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, નહીં તો...


મહત્વની વાત છે કે છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસના આંદોલન સામે ભાજપના શાસકો ઝૂક્યા છે. અને પ્લોટ પરત લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉના કોંગ્રેસ (Congress) ના વિપક્ષ નેતાઓ અને શાસકો વચ્ચે સમજોતા એકસપ્રેસ ચાલતી હતી, જેનો ભરપૂર ફાયદો ભાજપને થયો હતો. પણ હવે ટેક્નોક્રેટ મેયરની સામે કોંગ્રેસે પણ પાલિકામાં ટેક્નોક્રેટ મહિલા નેતા મૂકતા જ ખરાખરીનો જંગ થઈ રહ્યો છે. અને કોંગ્રેસના દેખાવો અને વિરોધ પ્રદર્શનનું પરિણામ સામે આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube