રીલ્સ બનાવવા આર્ટસ ફેકલ્ટીના ગુંબજ પર ચઢ્યો વિદ્યાર્થી, 144 ફૂટ ઉપર ચઢી જીવ જોખમમાં મૂક્યો
Vadodara News : વડોદરાની M.S. યુનિવર્સિટીમાં યુવકે જીવના જોખમે બનાવી રિલ્સ... પ્રવેશ દ્વાર બંધ હોવા છતાં રિલ્સ બનાવવા યુવક ગુંબજની ગેલેરી સુધી પહોંચી ગયો... રિલ્સ બનાવનાર યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી FYBAમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સમીર પઠાણ છે
MS University વડોદરા : વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીનો એક વીડિયો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. MSU ની આર્ટસ ફેકલ્ટીના ગુંબજની ટોચ પર ચઢીને એક યુવાને જોખમી સ્ટંટ કર્યાં છે. આર્ટસ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલના ગુંબજ પર ચઢીને યુવકે જોખમી રીલ બનાવી હતી. આ ગુંબજની ઊંચાઈ જોઈ ભલભલાનો પરસેવો છૂટી જાય, ત્યાં એક રીલ બનાવવાના ચક્કરમાં યુવક 144 ફૂટની ઊંચાઈએ પહોંચ્યો હતો. ત્યારે આટલી ઊંચાઈ પર યુવક કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. જો રીલ બનાવતી વેળાએ યુવક નીચે પટકાયો હોય તો ?
FYBAમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સમીર પઠાણ સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને આર્ટસ ફેકલ્ટીનાં પ્રેમાનંદ હોલના સૌથી ઊંચા ગુંબજ પર ચઢી ગયો હતો. હાલ આ રીલ યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બની છે. આ વીડિયોથી યુનિવર્સિટીનું તંત્ર દોડતું છે. આ વીડિયો એટલો જોખમી છે કે તેને જોઈને રુંવાડા ઉભા થઈ જાય. હાલ આ વિદ્યાર્થીની તપાસ કરવા માટે ડીનને સૂચના આપી દેવાઇ છે. વિદ્યાર્થીની ઓળખ થયા બાદ તેની સામે પગલા ભરવામાં આવશે.
ગુજરાતમાં મોન્સૂન રિટર્ન : અંબાલાલ પટેલની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
સાથે જ યુવક આટલી ઉંચા ગુંબજ પર કેવી રીતે ચઢ્યો તે મોટો સવાલ છે. એ સમયે સિક્યોરિટી શું કરતી હતી. કારણ કે, ગુંબજમાં જવાના પ્રવેશદ્વાર બંધ હોય છે, ત્યારે યુવક આખરે અંદર પહોંચ્યો કેવી રીતે. તેમજ ત્યાં સુધી પહોંચવાનો કોઈ જ રસ્તો નથી, તો પછી આખરે તે ચઢ્યો કેવી રીતે.
ગ્રાહક સાથે વાત કરતા કરતા યુવકને આવ્યો હાર્ટએટેક, આફ્રિકામાં ગુજરાતી યુવકનું મોત
1880 માં 8.50 લાખના ખર્ચે આ બિલ્ડિંગ બન્યું હતું. જે ઇંગ્લીશ મુળાક્ષર E જે એજયુકેશનનો પ્રથમ અક્ષર છે તેના જ આકારમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે બિલ્ડિંગ તૈયાર કરાવ્યું હતું. આ ડોમ એશીયામાં સૌથી મોટો બીજા નંબર છે.