વડોદરાઃ વડોદરામાં કોર્પોરેશન કેવો અણઘટ વહીવટ કરે છે તેનો વધુ એક ઘટના સામે આવી છે. પ્રજાના પૈસાનું પાણી કેમ કરવું તે શીખવું હોય તો વડોદરા કોર્પોરેશન પાસે શીખવું પડે. શહેરમાં લાખોના ખર્ચે બનાવેલા અનેક રોડ-રસ્તા પાણી, ડ્રેનેજ માટે ખોદી નાંખવામાં આવ્યો છે.  રોડ ઠેર ઠેર કરવામાં આવેલા ખાડાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે જુઓ તંત્રના પાપે પરેશાન પ્રજાનો આ અહેવાલ...


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    વડોદરામાં તંત્રના પાપે પ્રજા પરેશાન

  • પ્રજાના પૈસાનું VMCએ કર્યું પાણી!

  • VMCના અધિકારીઓ કરે છે અણઘટ વહીવટ!

  • લાખોના ખર્ચે બનાવેલા રોડ ખોદી નાખ્યાં 

  • ચોમાસા પહેલા ખોદેલા રોડથી શહેરીજનો ત્રસ્ત


આ દ્રશ્યો છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના. શહેરના સત્તાધિશો અને એસી ઓફિસમાં બેસીને શહેરીનો વહીવટ કરતાં અધિકારીઓ કેવો વહીવટ કરે છે તે અહીં જોઈ શકાય છે, પહેલા લાખોના ખર્ચે રોડ બનાવ્યા પછી તે જ રોડ પાણી, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરની લાઈનો માટે ખોદી નાંખ્યા. એટલે કે પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ. વડોદરાના ભાયલી વિસ્તારમાં એક બે જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ કંઈક આવા જ દ્રશ્યો છે, અનેક જગ્યાએ જ્ઞાનિ અધિકારીઓને કારણે રોડની આવી દશા છે. જે રોડ જનતાને સારી સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો તે જ રોડ હાલ જનતા માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરે આ મામલે મનપાના સત્તાધિશોને રજૂઆત પણ કરી છે.


આ પણ વાંચોઃ ગુજરાતઓના માથે પાણીની ઘાત : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ 14 મોત


મહાનગરપાલિકાના અણઘટ વહીવટને કારણે પ્રજા ત્રસ્ત છે, તો વિપક્ષને ખોદકામને કારણે એક મુદ્દો મળી ગયો છે. વિપક્ષના નેતાઓ ખોદકામના બહાને સત્તાધિશો પર સવાલો કરી રહ્યા છે. હાલ તો આકરો ઉનાળો છે, અને આ ઉનાળામાં ગરમીથી લોકો ત્રસ્ત છે, સાથે જ અનેક જગ્યાએ કરાયેલા આ ખોદકામથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એક મહિના પછી ચોમાસુ પણ શરૂ થાય તેવી આગાહી છે. ત્યારે જો આવા જ રોડ રહ્યા તો શું દશા થશે તે સમજી શકાય છે...જો કે હવે મોડે મોડે જાગેલા સત્તાધિશોએ અધિકારીઓને તમામ કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે...સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને આદેશ કર્યો છે કે 30 મે સુધીમાં તમામ રોડ સેફ સ્ટેજ પર લાવી દેવામાં આવે .સાથે જ પ્રિ-મોન્સુન કામગીરી પણ 30 મે સુધી પૂર્ણ કરવાની સુચના આપી છે.


શું કરાયો આદેશ? 
30 મે સુધીમાં તમામ રોડ સેફ સ્ટેજ પર લાવી દેવામાં આવે
પ્રિ-મોન્સુન કામગીરી 30 મે સુધી પૂર્ણ કરવાની સુચના 


સત્તાધિશોએ આદેશ તો આપી દીધો છે, પરંતુ તેમણે જે સમયમર્યાદા આપી તેમાં તમામ કામ પૂર્ણ થશે કે કેમ તેના પર સવાલ છે. કારણ કે પહેલા પણ આવા અનેક આદેશ થતાં રહ્યા છે, પરંતુ સમય મર્યાદામાં કામ પૂર્ણ થયા નથી.