Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના સિંધરોટ વિસ્તારમાં ખેતરમાંથી પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીના કેસમાં મોટા ખુલાસા થયા છે. ATSએ સયાજીગંજ વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ગોરવા વિસ્તારમાં શૈલેષ કટારિયાના ઘરેથી 100 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. કટારિયા મુંબઈમાં ડ્રગ્સ વેચે તે પહેલા જ પકડાઈ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખી રાત એટીએસનું ઓપરેશન ચાલ્યું 
વડોદરા જિલ્લાના સિંધરોટ ગામના ડ્રગ્સની ફેક્ટરી ગુજરાત એટીએસ પકડી પાડ્યા બાદ તેમાં અનેક નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપીઓ દ્વારા છુપાવાયેલું ડ્રગ્સ અને તેના માટેની જરૂરી સામગ્રી મળી રહી છે. આ ડ્રગ્સ એટલું બધું છે કે, તેનાથી હજારો યુવકો નશાના રવાડે ચઢી શકે છે. કેસમાં વધુ 24.280 કિ.ગ્રા ડ્રગ્સ કિંમત 121.40 કરોડનો જથ્થો પકડાયો છે. આરોપી શૈલેશ કટારીયા ઘરે સર્ચ કરતા ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ પકડાયેલ આરોપી ભરત ચાવડા પાસેથી ડ્રગ્સ 1.770 કિલો ડ્રગ્સ મળ્યું, જેની કિંમત કિંમત 8.85 કરોડ રૂપિયા થાય છે. આરોપી ભરત ચાવડાએ અશોક નામના શખ્સના ઘરે વડોદરા સુભાનપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મૂક્યો હતો. 


સિંધરોટ ગામમાં પકડેલ ડ્રગ્સની ફેકટરી મામલે ATS ચારે દિશામાં તપાસ કરી રહી છે. જેમાં કેમિસ્ટ શૈલેષ કટારીયાના ગોરવા સ્થિત આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના ઘરમાંથી હવે ડ્રગ્સ મળી આવ્યુ છે. આ ડ્રગ્સ તૈયાર કરી મુંબઈ વેચાણ માટે મોકલવાનું હતું. આરોપી ડ્રગ્સનું વેચાણ કરે તે પહેલા જ ATS એ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ગઈકાલ આખી રાત ATS ની ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતું. આ મામલે આરોપી શૈલેષ કટારીયાની પત્ની ઉષાબેને જણાવ્યું કે, શૈલેષ ડ્રગ્સના ધંધામાં સંકળાયેલો હોવાની વાત પરિવારને ખબર નથી. કોરોનામાં નોકરી છૂટી ગયા બાદ શૈલેષે નવી નોકરી શરૂ કરી હતી. પરિવારને જો ખબર હોત કે ડ્રગ્સનો વ્યવસાય કરે છે તો પરિવાર આવું ન કરવા દેત. 



પકડાયેલ આરોપી સૌમિલ પાઠક, ભરત ચાવડા અને શૈલેશ કટારીયા પૂછપરછ કરતા ગુજરાત એટીએસે વડોદરા સયાજીગંજ વિસ્તારના મનુભાઈ ટાવરમાંથી ગઈકાલે વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસે પ્રોસેસિંગ યુનિટમાંથી વધુ 100 કિલો કેમિકલ કબ્જે કર્યું હતું. કબ્જે કરવામાં આવેલું 100 કિલો જેટલું કેમિકલમાંથી એમ.ડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. 


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી પાસે પકડાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો દુબઈ મોકલવાનો હતો. આ કેસમાં અગાઉ ગુજરાત એટીએસએ સિંઘરોટની ફેક્ટરીમાંથી 63 કિલો 613 ગ્રામ એમ.ડી ડ્રગ્સ તથા 80 કિલો 260 ગ્રામ ડ્રગ્સ બનાવવા તૈયાર કરેલ લિક્વીડ મળી કુલ 477.385 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ કેસમાં મુખ્ય આરોપી સૌમિલ પાઠક છે.