ઝી મીડિયા/વડોદરા :ગુજરાત સરકાર રાજ્યમાં લવ જેહાદ (love jihad) નો કાયદો લઈ આવી છે. જેના બાદ સૌથી પહેલો કેસ વડોદરામાં નોંધાયો હતો. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને તેની સાથે પહેલા મૈત્રી કરી હતી અને બાદમાં ફોસલાવીને લગ્ન કર્યા હતા. સમગ્ર મામલો કાયદો બન્યા બાદ બહાર આવ્યો હતો. પરંતુ આ કેસમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. મહિલાએ  FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) ના દરવાજા ખખટાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યુ હતું
વડોદરા (Vadodara) ની યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં 17 જૂને ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મુસ્લિમ હોવાની ઓળખ છુપાવી હતી. યુવકે સોશિયલ મીડિયા પર પોતાનુંનામ માર્ટિન સેમ બતાવ્યું હતું. આ નામ રાખીને તેની સાથે મૈત્રી બાંધી હતી. તેના બાદ યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેણે યુવતીની જાણ બહાર તેના નગ્ન ફોટો પાડ્યા હતા અને ફોસલાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. 


આ પણ વાંચો : ભૂજ ACB ની સફળ ટ્રેપ : કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા


આ બાદ યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, લગ્ન બાદ યુવતીને ફરજિયાત ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતુ હતું. આ બાદ પત્નીએ પતિના જામીન માટે સોગંધનામુ કર્યું હતું. FIRમાં લગાવવામાં આવેલા આરોપોને જોતા વડોદરા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો : હરતુ-ફરતુ પેટ્રોલપંપ : વોટ્સએપના એક મેસેજથી તમને જોઈએ ત્યાં ડીઝલ મળી જશે 


ગુજરાતમાં અમલી છે લવ જેહાદનો કાયદો
વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો 15 જૂનથી ગુજરાતમાં લાગુ થઇ ચૂક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચૂક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. લવ જેહાદનાં કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવી છે. જેના પગલે વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલા તેના માતાપિતા, ભાઇ બહેન અને લોહીના સગપણથી દત્ત વિધાન નથી ધરાવતી કોઇ પણ વ્યક્તિ હકુમત ધરાવતી વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત આવા કિસ્સામાં મદદગારી કરનારા વ્યક્તિ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ થશે. આની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કે તેનાથી ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીએ જ કરવાની રહેશે.