વડોદરાની SSG હોસ્પિટલમાં બાળક બદલાયુ, મહિલાએ કહ્યું-મને દીકરો જન્મ્યો હતો, પણ પછી દીકરી હોવાનું કહ્યું
વડોદરાની સયાજી હોસ્પિટલ સામે બાળક બદલવાવાની ઘટના બની છે. મલ્લા પરિવારે હોસ્પિટલમાંથી બાળક બદલાયાનો આરોપ લગાવ્યો છે. સુભાનપુરામાં રહેતા શકુન્તલા મલ્લાએ કહ્યું કે, તેમને દીકરાનો જન્મ થયો હતો, પરંતુ નર્સે દીકરી જન્મી હોવાનું કહ્યું છે. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની સયાજી હોસ્પિટલ સામે બાળક બદલવાવાની ઘટના બની છે. મલ્લા પરિવારે હોસ્પિટલમાંથી બાળક બદલાયાનો આરોપ લગાવ્યો છે. સુભાનપુરામાં રહેતા શકુન્તલા મલ્લાએ કહ્યું કે, તેમને દીકરાનો જન્મ થયો હતો, પરંતુ નર્સે દીકરી જન્મી હોવાનું કહ્યું છે. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અડધો કલાકમાં બાળકના જન્મના સમાચાર બદલાયા
મહિલાના પતિએ આરોપ લગાવ્યો કે, હું મારી પત્નીને સવારે લઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા એસએસજી હોસ્પિટલ આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં વધુ નાણાં માગતા સરકારીમાં દાખલ થયા હતા. થોડી વાર અમે રાહ જોઈ હતી, બાદમાં મારી પત્નીને ડિલીવરી માટે અંદર લઈ જવાઈ હતી. તેના થોડા સમય બાદ પહેલા તબીબોએ અમને આવીને જાણ કરી કે, તેમને છોકરાનો જન્મ થયો હતો. પણ બાદમાં અડધો કલાક બાદ નર્સ આવીને બોલી કે, છોકરીનો જન્મ થયો છે. આવુ કેવી રીતે થયુ તે અમને સમજાતુ નથી. અમને ડિલીવરી બાદ અંદર પણ જવા દેવાયા ન હતા. તેથી અમે પોલીસને બાળકના અદલાબદલીની ફરિયાદ કરી છે. અમારી માંગ છે કે, બાળકનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે.
આ પણ વાંચો : રાજકોટમાં ચકચારી ઘટના, દેવુ વધી જતા પિતા-પુત્રએ ઓફિસમાં જ આપઘાત કર્યો
ચાર દીકરી પછી દીકરાનો જન્મ થયો હતો
પરિવારે બાળકના ડી.એન.એ ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. તો સમગ્ર મામલો રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શકુન્તલા મલ્લાને 4 દિકરીઓ બાદ પાંચમાં સંતાનનો જન્મ થયો હતો. અગાઉ ચાર દીકરી હોવાથી દીકરાના સમાચાર સાંભળીને પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. પરંતુ અચાનક જ બાળકીના જન્મના સમાચાર બદલાતા પરિવાર પણ ગુસ્સે થયો હતો.
નર્સ-ડોક્ટરની પૂછપરછ કરીશું - પ્રસૃતિ વિભાગના હેડ
તો બાળક બદલાવવાના આરોપના મામલે પ્રસુતિ ગૃહ વિભાગના હેડ ડો.આશિષ ગોખલેએ જણાવ્યું કે, ગત રાત્રિએ ખૂબ ઓછી ડિલિવરી થઈ છે, જેથી બાળક બદલ્યાની વાત ન થઈ હોય તેવુ શક્ય નથી. હજી સુધી મને કોઈએ આ વિશે જાણ કરી નથી. મને માત્ર મીડિયા મારફતે જાણ થઈ છે. ડિલીવરી સમયે સમયે જે નર્સ કે ડોક્ટર હશે તેમની પૂછપરછ કરીશું. સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે.