• પોલીસે વેપારીઓને માઈકમાં એનાઉન્સમેન્ટ કરીને અપીલ કરી હતી. જેથી લોકોએ તાત્કાલિક લોકોએ તાત્કાલિક દુકાનો, લારીઓ અને પથારાઓ જાતે જ બંધ કરી દીધા હતા. 


રવિ અગ્રવાલ/અમદાવાદ :વડોદરામાં લગાવાયેલા રાત્રિ કરફ્યૂ (night curfew) સફળ રહ્યો છે. કોરોનાને પારખી ગયેલા લોકોએ સ્વંયભૂ બહાર નીકળવાનું ટાળ્યું હતું. લોકોમાં ધીરે ધીરે અવેરનેસ આવી રહી છે. નાઈટ કરફ્યૂમાં પોલીસે ચુસ્તપણે પેટ્રોલિંગ કરીને કડકપણે પાલન કરાવ્યું. પોલીસની ટીમે પેટ્રોલિંગમાં નીકળીને કડક બજાર માર્કેટ, ડેરીડેન સર્કલ, રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરીને રાત્રે 9 વાગ્યા પહેલાં ઘરે પહોંચી જવા અપીલ કરી હતી. પોલીસે વેપારીઓને માઈકમાં એનાઉન્સમેન્ટ કરીને અપીલ કરી હતી. જેથી લોકોએ તાત્કાલિક લોકોએ તાત્કાલિક દુકાનો, લારીઓ અને પથારાઓ જાતે જ બંધ કરી દીધા હતા. 


આ પણ વાંચો : ઊલટી થઈ જાય તેવી maggi બનાવતી મહિલા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાથી તબીબો અમદાવાદ મોકલાયા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં કોરોનાના કેસ વધતા વડોદરાથી તબીબો અમદાવાદ મોકલવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના એક ટ્યુટર સહિત 30 રેસિડેન્ટ ડોકટર્સની ટીમ અમદાવાદ મોકલાઈ છે. તબીબોને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 45 દિવસના ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજના તમામ કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે. 


વડોદરામાંથી 54 હજારનો દંડ વસૂલાયો
વડોદરામાં કરફ્યૂના નિયમોનું પાલન નહિ કરનાર વેપારીઓ પર તંત્રની લાલ આંખ જોવા મળી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનારા દુકાનદારો અને લારીવાળાઓ સામે શનિવારે મોટી કાર્યવાહી કરાઈ છે. પાલિકા દ્વારા દુકાનો તેમજ લારીઓ સીલ કરાઈ છે. સાથે જ વડોદરાભરમાંથી 54500 નો દંડ પણ વસૂલ કરાયો છે.


આ પણ વાંચો : ધબકતુ અને સતત દોડતું અમદાવાદ શાંત થયું, કરફ્યૂનો બીજા દિવસે રસ્તાઓ સૂમસાન 


કરફ્યૂમાં પોલીસની માનવતા જોવા મળી


વડોદરામાં રાત્રિ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી હતી. સુરતથી આવેલા પરિવારની પોલીસે મદદ કરી હતી. પોલીસે આખા પરિવારને ગાડીમાં બેસાડીને ઘરે પહોંચાડ્યા હતા. પરિવાર નાના બાળક અને સામાન સાથે ચાલતા જ ઘરે જતું હતું. કોઈ મદદ ન મળતા પરિવાર રેલવે સ્ટેશનથી વાડી વિસ્તાર તરફ પગપાળા ઘરે જઈ રહ્યું હતું. તેથી પોલીસને દયા આવતા કાલાઘોડા સર્કલ પાસે એસીપી પરેશ ભેસાનીયાએ પરિવારને મદદ કરી હતી. પરિવારને ગાડીમાં બેસાડીને ઘરે પહોંચાડ્યા હતા.