વડોદરા નર્સ મર્ડર: પત્નીની હત્યા કરનાર પતિને જરા પણ રંજ નહી, અન્ય મહિલા સાથે સંબંધની આશંકા
* આરોપી જયેશ પટેલનાં ચહેરા પર પત્નીના મૃત્યુનો જરા પણ રંજ નથી
* પત્નીના ચારિત્ર પર શંકા કરનાર જયેશ પટેલ પોતે જ શંકાના વર્તુળમાં
* પોલીસ દ્વારા FSL ની મદદથી હાઇટેક તપાસનો આરંભ કરવામાં આવ્યો
વડોદરા : શહેરમાં નર્સ પત્નીના ચરિત્ર પર શંકા કરીને ઉશ્કેરાયેલા પતિ દ્વારા હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રવિવારે સાંજે સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરશે. નર્સ પત્ની પર શંકા શા માટે હતી અને પતિને ખરેખર કોઇ સાથે સંબંધ હતો કે કેમ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. આ ઉપરાંત આરોપી પતિનો મોબાઇલ ફોન પણ જપ્ત કરીને તેના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.
CORONA UPDATE: નવા 1380 કેસ 1568 દર્દી સાજા થયા 14 લોકોનાં મોત નિપજ્યાં
વડોદરા શહેરના આજવા રોડના અમરદીપ હોમ્સમાં રહેતા ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા નર્સ શિલ્પાબેન શુક્રવારે રાત્રે એક્ટિવા પર લઇને નોકરી પર જવા માટે નિકળ્યાં હતા. ત્યાર બાદ વૈકુંઠ-2 નજીકના વળાંક પર તેમનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે તેના પતિની પુછપરછ કરતા તેમાં સમગ્ર મુદ્દે ઘટસ્ફોટ થયો હતો. જો કે પોલીસ પતિ જયેશને અન્ય કોઇ સ્ત્રી સાથે સંબંધ છે તેવી શંકા અને કંકાસથી કંટાળીને પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.
સમગ્ર ગુજરાતમાં કાલે કલમ 144 લાગુ, ગુજરાત બંધના નામે અરાજકતા સહ્ય નહી: DGP
બીજી તરફ પોલીસ શિક્ષક પતિ જયેશ પટેલ કોઇની સાથે સંબંધ નહી હોવાનું ગાણુ ગાઇ રહ્યા છે. જો કે પોલીસ તેની પત્નીને શંકા શા માટે ગઇ તે ચકાસવા માટે જયેશ પટેલનો ફોન જપ્ત કરી તે કોની સાથે સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા દ્વારા કોની સાથે વધારે સંપર્કમાં રહેતો હતો? તેને કોઇ સ્ત્રી સાથે સંબંધ છે કે કેમ તેવા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. તે માટે તેનો મોબાઇલ એફએસએલને મોકલી અપાયો છે. જેમાં તેના વ્હોટ્સએપ અને કોલ ડિટેઇલ જેવી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
ફેક્ટરી બ્લાસ્ટમાં માતા-પિતા ગુમાવનાર બંન્ને બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે કલેક્ટર સંદીપ સાંગલે
પોલીસે આજવા ચોકડીપાસેથી આરોપી જયેશની કાર જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જયેશની ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. જેમાં લોહીના ડાઘા મળી આવ્યા છે. જેથી એફએસએલને જાણ કરીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. હત્યામાં વપરાયેલ પ્લાસ્ટિકના ધોકો પણ જપ્ત કર્યો હતો. લાશ ફેંક્યા બાદ કાર લઇને જયેશ આજવા ચોકડી ગયો હતો. કાર બગડી હોવાનું નાટક કરીને કારના ફ્યૂઝ ખેંચી લીધા હતા. જો કે પોલીસ લોકઅપમાં જયેશનાં મોઢા પર જરા પણ શરમ કે રંજ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube