ફેક્ટરી બ્લાસ્ટમાં માતા-પિતા ગુમાવનાર બંન્ને બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે કલેક્ટર સંદીપ સાંગલે
અમદાવાદના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ એક સરાહનીય નિર્ણય કર્યો છે. સાહિલ એન્ટરપ્રાઇઝ બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુ પામેલા દંપતિના બાળકોની જવાબદારી કલેક્ટરે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ એક સરાહનીય નિર્ણય કર્યો છે. સાહિલ એન્ટરપ્રાઇઝ બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુ પામેલા દંપતિના બાળકોની જવાબદારી કલેક્ટરે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં સાહિલ એન્ટરપ્રાઇઝમાં લાગેલી આગમાં મથુરભાઈ ચાવડા અને તેમના પત્નીનું મૃત્યુ થયું હતું. બંન્નેના મોત બાદ તેમના બે બાળકો નિરાધાર બની ગયા હતા.
કલેક્ટર ઉઠાવશે બંન્ને બાળકોના અભ્યાસની જવાબદારી
સાહિલ એન્ટરપ્રાઇઝમાં મૃત્યુ પામનાર દંપતિને બે બાળકો હતા. જેમાં આઠ વર્ષનો એલેક્સ ચાવડા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તો દિકરી પ્રેઝી ચાવડા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. માતા-પિતાના મૃત્યુબાદ બંન્ને બાળકો નિરાધાર બની ગયા હતા. ત્યારે રાજ્ય સરકારે પણ આઠ લાખ રૂપિયાની સહાય કરી હતી. આ સહાયમાંથી દર મહિને બાળકોને ત્રણ હજાર રૂપિયા ચુકવવામાં આવે છે.
અમદાવાદમાં મેમ્બરો માટે આજથી કર્ણાવતી અને રાજપથ ક્લબ શરૂ
હવે અમદાવાદના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ બંન્ને બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય લીધો છે. કલેક્ટરના આ નિર્ણય બાદ બંન્ને બાળકો કોઈ ચિંતા કર્યા વગર અભ્યાસ કરી શકશે અને આગળ વધી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે