હાર્દિક દીક્ષિત/વડોદરા : કોરોનાની મહામારીમાં એક તરફ કેટલાક લોકોએ બેરોજગાર બનેલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ ગોરવાના ઠગ દંપતીએ ધંધા-રોજગારની શોધમાં ફરતા ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ તો ઠીક દંપતીએ ગાડીઓ પરત ન આપીને 15 ગાડીઓના માલિકો સાથે 55.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગાડીઓના માલિકોએ ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA: ઘર પર રહેલી સોલાર પેનલ પર વીજળી પડી, સમગ્ર ઘરનું વાયરીંગ બળીને ખાખ


ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ 6, શ્રીજીધામ ડુપ્લેક્ષમાં રાકેશભાઇ શેઠ પરિવાર સાથે રહે છે. તેઓ પોતાની ફોર વ્હીલમાં સ્કૂલ વર્ધીનું તેમજ છૂટકમાં પણ પોતાની ગાડી ભાડેથી આપે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરી-2021માં તેઓને તેઓના સ્કૂલવર્ધી ગૃપમાંથી ખબર પડી હતી કે, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે રહેતા તાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ ગાડીઓ ભાડા કરાર કરીને ભાડેથી લે છે અને માસિક સારું ભાડુ આપે છે.


Valsad: જુગારધામ પર પોલીસે કરી રેડ, મુદ્દામાલ સાથે 9 લોકો ઝડપાયા


ફરિયાદીએ પોતાની બે ગાડીઓ ભાડે આપી દરમિયાન રાકેશભાઇ શેઠે પોતાની ગાડી ભાડે આપવા માટે તાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખનો સંપર્ક કર્યો હતો. ત્યારે તાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખે જણાવ્યું હતું કે, મારી પાસે ઘણાં બધા લોકોની ગાડીઓ છે. તે ગાડીઓ કંપનીઓમાં મૂકુ છું અને કંપનીઓમાંથી મળતા ભાડાની રકમમાંથી મારું કમિશન લઇ તમામ ગાડીઓવાળાઓને નિયમીત ભાડુ ચૂકવું છે. રાકેશભાઇ શેઠને તેના ઉપર વિશ્વાસ આવતા 2 માર્ચ-2021ના રોજ તાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીના નામે ભાડા કરાર કરીને પોતાની કાર માસિક રૂપિયા 20,000 ભાડુ નક્કી કરીને આપી હતી. આ ઉપરાંત રાકેશભાઇ શેઠે પોતાની બીજી ઇકો કાર પણ માસિક ભાડુ નક્કી કરી ભાડા કરાર કરીને આપી હતી.


Rajkot: ઉપલેટા નજીક ઇકો કારનો ઇકસ્માત, બે લોકોના મોત, ત્રણને ઈજા


ગાડી ભાડે આપ્યા બાદ રાકેશભાઇ શેઠે પોતાની ભાડે મૂકેલી બે ગાડીના ભાડાની માગણી કરતા ઠગ દંપતીએ બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. ભાડુ ન મળતા રાકેશભાઇએ પોતાની ગાડીઓ પરત માગતા ઠગ દંપતી તાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખ અન તેની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીએ ગાડીઓ બીજાને આપી છે. સારું ભાડુ મળશે તેવી લાલચ આપીને ભાડુ પણ આપ્યું ન હતું. ગાડીઓ પણ પરત કરી નથી. ગોરવા પોલીસે રાકેશ શેઠ સહિત 15 ગાડીના માલિકોની ફરિયાદના આધારે ઠગ દંપતી તાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે, ગોરવા) અને તેની પત્ની નિમીશા ઉર્ફ અનીશા કાંતિભાઇ સોલંકી (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે ગોરવા) સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે દંપતીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.


Junagadh: બાટવા પોલીસ સ્ટેશનના મહિલા PSI અને તેમના સ્ટાફ પર હુમલો, 19 લોકો સામે ગુનો દાખલ


રિમાન્ડ દરમિયાન ભેજાબાજ દંપત્તિએ હજી કેટલા લોકોને આ પ્રકારે પોતાનો શિકાર બનાવ્યા છે તેમજ બંને વિરુદ્ધ અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, કોરોના કાળમાં રોજગારી ગુમાવતા લોકો ફરી પગભર થવા પૂરતી ચકાસણી કર્યા વિના લોભામણી લાલચમાં આવી જતા હોય છે અને પછી બાદમાં માથે હાથ દઈ રોવાનો વારો આવે છે ત્યારે વડોદરામાં બનેલા આ કિસ્સાથી નાગરિકોએ સબક લેવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube