VADODARA: ઘર પર રહેલી સોલાર પેનલ પર વીજળી પડી, સમગ્ર ઘરનું વાયરીંગ બળીને ખાખ

વડોદરામાં મોડી રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેના પગલે વહેલી સવાર સુધી ભારે વરસાદ અને મેઘાડંબર જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. મેઘરાજાની પધરામણીથી ન માત્ર ખેડૂતો પરંતુ સરકાર અને નાગરિકોનાં જીવમાં પણ જીવ આવ્યો હતો. દુષ્કાળ ડરાવી રહ્યો હતો એક તરફ ત્યારે ફરી એકવાર મેઘરાજાએ બીજી વખત બેટિંગ પ્રારંભ કરતા સરકારને પણ રાહત થઇ છે. 

VADODARA: ઘર પર રહેલી સોલાર પેનલ પર વીજળી પડી, સમગ્ર ઘરનું વાયરીંગ બળીને ખાખ

વડોદરા : વડોદરામાં મોડી રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેના પગલે વહેલી સવાર સુધી ભારે વરસાદ અને મેઘાડંબર જોવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી. મેઘરાજાની પધરામણીથી ન માત્ર ખેડૂતો પરંતુ સરકાર અને નાગરિકોનાં જીવમાં પણ જીવ આવ્યો હતો. દુષ્કાળ ડરાવી રહ્યો હતો એક તરફ ત્યારે ફરી એકવાર મેઘરાજાએ બીજી વખત બેટિંગ પ્રારંભ કરતા સરકારને પણ રાહત થઇ છે. 

અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારા દુષ્કાળ પડે તેવી સ્થિતિને જોતા આનુષાંગીત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વિવિધ જિલ્લા અધિકારીઓને પણ આ અંગેના સર્વેની તૈયારીઓ આરંભી દેવા માટે આદેશ આપી દેવાયા હતા. ખેડૂતો પણ  લગભગ લગભગ નિરાશ થઇ ગયા હતા. પાક પણ સુકાઇ રહ્યો હતો. તેવામાં મેઘરાજાની સવારી ફરી એકવાર આવી પહોંચી છે. અત્રે નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી હતી. 

જો કે વડોદરામાં સવારે વરસાદી વીજળી પડવાની બે ઘટના સામે આવી હત. અમિતનગર વિસ્તારની શિવાશિષ સોસાયટીમાં વિજળી પડી હતી. 73 નંબરના મકાનના સોલાર રૂફટોપ પર વિજળી પડી હતી. રૂફટોપ નીચે લાગેલા મીટરમાં વિજળી પડ્યા બાદ આગ લાગી ગઇ હતી. ધરનું તમામ વાયરીંગ તેના કારણે બળીને ખાખ થઇ ગયું હતું. આ ઉપરાંત કિસનવાડી વિસ્તારના એક મકાન ઉપર પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. વીજળી પડતાં મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. નિંદ્રાધીન વૃદ્ધ દંપતી પર અચાનક સ્લેબ પડતા તેમને ઇજાઓ પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news