જયંતિ સોલંકી/વડોદરા: આજકાલ નોકરીની લાલચમાં અનેક લોકો છેતરાય છે, તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. સરકારી નોકરીની ઘેલછામાં તમારા નાણાં ના ગુમાવાનો વારો ન આવે તેના માટે ચેતી જજો, કારણ કે વડોદરામાં નોકરી અપાવવાના બહાને 63થી વધારે લોકો છેતરાઈ ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઇ શહેરમાં ગોત્રીની મહિલાને ONGCમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી અપાવવાનું કહી રૂપિયા 2,68,500 ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ વડોદરા ઝોન-2 LCB એ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા.


શુ તમે મહેસાણામાં રહો છો? તો આ ગેંગ તમારા ઘરને બનાવી શકે છે શિકાર, વાંચો વિગતે


છેતરપિંડીની અનેક ઘટનાઓ વચ્ચે વડોદરાના 63થી વધારે લોકો પોતાના 84 લાખથી વધારે રૂપિયા લઈ કૌભાંડ આચર્યું હતું. જોકે નોકરી વાંછુક સાથે ઠગાઈનો આંક કરોડોમાં પહોંચે તેવી શક્યતાઓ લાગી રહી છે. આરોપી વિજય ઠાકોરને વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીકથી ઝડપી પાડ્યા બાદ ટોળકીનો પર્દાફાશ થયો હતો,


GUJARAT CORONA UPDATE: આખરે ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, રોકેટગતિએ વધ્યા એક્ટિવ કેસ


નોકરી મેળવવા માટે નાગરિકો અનેક રીતે મહેનત કરતા હોય છે, પરંતુ નાણાં આપવાથી નોકરી મળી જશે આવું વિચારનાર લોકોએ ખાસ ચેતી જવું પડશે કારણ કે જે રીતે લોકો છેતરાઈ રહ્યા છે, ત્યારે સરકારી નોકરીની નાણાં ચૂકવવાથી મળી જશે તેવી ઘેલછા છોડી મહેનત કરવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube