શુ તમે મહેસાણામાં રહો છો? તો આ ગેંગ તમારા ઘરને બનાવી શકે છે શિકાર, વાંચો વિગતે

બાંધકામ સાઇટ ઉપર કાળી મજૂરી કરતા લોકોને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે શાતિર ચોર પણ હોઈ શકે. મહેસાણા પોલીસે ધરપકડ કરેલા 4 શખ્સ આમ તો બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક છે.

શુ તમે મહેસાણામાં રહો છો? તો આ ગેંગ તમારા ઘરને બનાવી શકે છે શિકાર, વાંચો વિગતે

તેજસ દવે/મહેસાણા: દિવસે બાંધકામ સાઇટ ઉપર મજૂરી અને રાત્રે ચોરી...મહેસાણામાં એક એવી ગેંગ પકડાઈ છે કે જે દિવસે સખત મજૂરી કરતી અને રાત્રે ચોરીને અંજામ આપતી. મૂળ દાહોદ જિલ્લાની આ ગેંગ મહેસાણા જિલ્લામાં 11 કરતા વધુ ઘરફોડ ચોરી અને એક લૂંટને અંજામ આપી ચુકી છે. પોલીસે 3 ઘરફોડ ચોર અને ચોરીનો માલ ખરીદનાર 1 સોની સહિત હાલમાં 4 આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. જો કે આ ગેંગના 6 શખ્સ હાલમાં ફરાર છે. 

બાંધકામ સાઇટ ઉપર કાળી મજૂરી કરતા લોકોને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે શાતિર ચોર પણ હોઈ શકે. મહેસાણા પોલીસે ધરપકડ કરેલા 4 શખ્સ આમ તો બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક છે. પણ દિવસે મજૂરી કરતા આ શખ્સોનું રાત પડતા જ અસલી કામ શરૂ થતું. દિવસે મજૂરી ની સાથે સાથે આ ટોળકી નજીકમાં આવેલા વિસ્તારમાં રેકી કરતી અને રાત પડતાં જ આ ટોળકી બંધ મકાનને નિશાન બનાવતી હતી.

મહેસાણા એલ સી. બી પોલીસે બાતમી આધારે આ ટોળકીને ઝડપી લઈ કુલ 4.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી મહેસાણા જિલ્લામાં 11 ઘરફોડ ચોરી ને અંજામ આપી ચુકી છે. તો આ ટોળકીએ નંદાસણ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટને પણ અંજામ આપ્યો છે. તો આ ટોળકીનો સૂત્રધાર અશ્વિન દાહોદમાં 307 જેવા ગુનામાં વોન્ટેડ છે.

મહેસાણા એલસીબીએ ઝડપેલી આ ટોળકી મૂળ દાહોદ જિલ્લાની રહેવાસી છે.પોલીસે એક સોની સહિત હાલમાં 4 આરોપી ને ઝડપી લીધા છે. અશ્વિન વિરસંગ કટારા,રાયમલ ઉર્ફે શમશું બારીયા,વીનેશ ઉર્ફે રામસંગ કટારાએ હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ 11 ચોરી ની કબૂલાત કરી છે.તો આ ટોળકીનો ચોરીનો માલ ખરીદનાર સોની સંદીપ કનૈયાલાલ ની પણ પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી એ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1,વડનગર વિસ્તારમાં 1,ઊંઝા તાલુકાના ખરસદા ગામમાં 1 ચોરી,મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં 2,મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, વિસનગર શહેર વિસ્તારમાં 3 મળી કુલ 11 ચોરી ની કબૂલાત કરી છે.

આ ટોળકી ચોરી ના મુદ્દામાલ ને વેચવા જઈ રહી હતી ત્યારે એલ સી બી એ બાતમી આધારે ટોળકી ને દબોચી લીધી હતી.તો બીજી તરફ આ ટોળકી ના 6 શખ્સ હાલમાં ફરાર છે.દરમિયાન મહેસાણા એલસીબી પી આઈ દ્વારા વધતા જતા ચોરી ના કેસ મામલે પ્રજા ને થોડી જાગૃતતા દાખવવા અપીલ કરવામાં આવી હતી. ચોરીના વધતા જતા બનાવ બાબતે પ્રજા એ પણ જાગૃત થવાની જરૂર છે. રોડ ઉપર વાહનમાં જ ચાવી છોડીને ખરીદી માટે જતા લોકોના વાહન ચોરાઈ જવાના કિસ્સામાં ચોરને ખુલ્લું આમંત્રણ સમાન છે અને ઘરની બહાર જતા ઘરે કોઈ કિંમતી વસ્તુ ન રાખવી જોઈએ. પ્રજા એ પણ ચોરીના બનાવ રોકવા જાગૃત થવાની જરૂર છે.

વોન્ટેડ આરોપી
1 શુભાષ કટારા
2કલેશ રામસંગ કટારા
3 કલેશ સવસિંગ કટારા
4 સંજય માવી
5 કમા નામનો શખ્સ
6 કમાનો મોટાભાઈ નો સાળો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news