વડોદરા: મુંબઈથી આવનાર પ્રથમ ફ્લાઈટ બે દિવસ માટે રદ થતા મુસાફરોમાં રોષ
વડોદરા સહિત દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. વડોદરા એરપોર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. જો કે વડોદરામાં મુંબઈથી આવનારી પ્રથમ ફ્લાઈટ બે દિવસ માટે રદ કરાઈ છે. એડવાન્સ ટિકિટ બુક કરનાવનારા મુસાફરોમાં તેના પગલે રોષ જોવા મળી રહ્યો છે. હવે સાંજે 7 વાગે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટ આવશે. એરપોર્ટ પર મુસાફરોના આગમન પહેલા સેનેટાઈઝ કામગીરી હાથ ધરાઈ.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. વડોદરા એરપોર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. જો કે વડોદરામાં મુંબઈથી આવનારી પ્રથમ ફ્લાઈટ બે દિવસ માટે રદ કરાઈ છે. એડવાન્સ ટિકિટ બુક કરનાવનારા મુસાફરોમાં તેના પગલે રોષ જોવા મળી રહ્યો છે. હવે સાંજે 7 વાગે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટ આવશે. એરપોર્ટ પર મુસાફરોના આગમન પહેલા સેનેટાઈઝ કામગીરી હાથ ધરાઈ.
આજથી ઘરેલુ વિમાનસેવા શરૂ, પણ સુરતથી દિલ્હીની ફ્લાઈટ રદ થઈ જતા મુસાફરો અટવાયા
આજથી ઘરેલુ વિમાન સેવા ફરી શરૂ કરાઈ છે. જો કે અનેક ઠેકાણે ફ્લાઈટ રદ થઈ હોવાના અહેવાલ આવી રહ્યાં છે જેને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે. સુરત એરપોર્ટ પરથી આજથી ઓપરેટ થનારી સ્પાઇસ જેટ અને એર ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ પૈકી સ્પાઇસ જેટની સુરતથી દિલ્હી ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાઈ પડ્યા છે.આજ રોજ સવારના આઠ વાગ્યાની સ્પાઇસ જેટની સુરતથી દિલ્હીની ફ્લાઇટ હતી. સવારના પાંચ વાગ્યાથી મુસાફરો ફ્લાઇટ માટે સુરત એરપોર્ટ આવી પોહચ્યા હતા.પરંતુ બાદમાં અચાનક જ ફ્લાઇટ રદ થવાની જાણકારી મુસાફરોને મળતા તમામ લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં અન્ય એક મુસાફરની પત્નીનું અમૃતસર ખાતે અવસાન થતાં અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા અટવાઈ પડી હતી.
ઘરેલુ વિમાનસેવા શરૂ, અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું પ્રથમ પ્લેન, લખનઉથી આવ્યાં મુસાફરો
કોરોનાના લક્ષણો નહીં ધરાવતા મુસાફરો સીધા ઘરે જઈ શકશે
આજથી ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થઈ છે. જો કે સુરતમાં પહેલી જ ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. આમ છતાં આ વિમાનસેવાનો જો તમે લાભ લેવા જઈ રહ્યાં હોવ તો અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે. આવા મુસાફરોએ 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube