રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ઉતાવળે નવી વોર્ડ ઓફિસો તો શરૂ કરી દીધી છે, પરંતુ નવી ઓફિસોમાં જોવા મળેલા દ્રશ્યોથી પાલિકાના સત્તાધીશોમાં આયોજનનો અભાવ જોવા મળ્યો છે. 1 એપ્રિલથી 19 ઇલેક્શન વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઓફિસો શરૂ કરી દીધી છે. પરંતુ નવી વોર્ડ ઑફિસમાં કોઈ જ સુવિધા કે વ્યવસ્થા નથી. નવીન કચેરીઓમાં હજી તો ન તો ટેબલ મૂકાયા છે, તો ન તો ખુરશી ગોઠવાઈ, તેમ છતાં શરૂ કરી દેવાઈ. પાલિકાના આ ઉતાવળભર્યા નિર્ણયથી સત્તાધીશો ફરીથી હાસ્યને પાત્ર બન્યા છે. એમ કહો કે, પાલિકાએ વહીવટી વોર્ડ ઓફિસના નામ ખાલી ખોખુ ઉભુ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પાલિકાએ ઈલેક્શનની કામગીરી આરંભી દીધી છે. જેના ભાગરૂપે 1 એપ્રિલથી 19 ઇલેક્શન વોર્ડ દીઠ 19 વહીવટી વોર્ડ ઓફિસો શરૂ કરી છે. અગાઉ 19 ઇલેક્શન વોર્ડમાં 12 વહીવટી વોર્ડ ઑફિસ હતી. જેનાથી લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ નવી 7 વોર્ડ ઓફિસ શરૂ કરી હવે 19 વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઑફિસ કાર્યરત કરી છે. જેનાથી લોકોને મુશ્કેલી ન પડે. 


આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું


મહત્વની વાત છે કે વડોદરા પાલિકાએ ઉતાવળે વોર્ડ ઓફિસો તો શરૂ કરી દીધી, પણ તેમાં કોઈ સુવિધા જ ઊભી નથી કરવામાં આવી. વાસણા ગામમાં સરકારી આવાસ યોજનામાં દુકાનોમાં વોર્ડ નંબર 10ની ઑફિસ શરૂ કરી છે. જેમાં હજી તો ફર્નિચરનું કામ ચાલુ છે, ટેબલ ખુરશીઓ પણ નથી ગોઠવાઈ. કોમ્પ્યુટર અને કાગળના દસ્તાવેજો પણ પૂરતા નથી. તેમ છતાં વોર્ડ ઑફિસ લોકો માટે શરૂ કરી દેવાઈ છે. 


આ પણ વાંચો : હર્ષ સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર, ‘નાગરિકો સાથે ગેરવર્તનની ફરિયાદ મારા સુધી પહોંચી તો’


ઓફિસમાં બેસતા અને કચેરીની મુલાકાત લેતા કર્મચારીઓ માટે શૌચાલયની પણ કોઈ સુવિધા નથી ઊભી કરાઈ. આવી જ રીતે અન્ય વોર્ડ ઓફિસો પણ હાલત આવી જ છે. ત્યારે ઉતાવળે વોર્ડ ઓફિસ શરૂ કરતાં ઑફિસમાં કામ કરતા કર્મચારીઓ અને કચેરીની મુલાકાત લેતા મુલાકાતીઓને મુશ્કેલી પડી રહી છે. આ વિશે પૂછતા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કહ્યુ કે, ટુંક સમયમાં બધી જ સુવિધા ઊભી થઈ જશે. લોકોની સુખાકારી માટે આ નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો : રાજકોટના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૌફ કેમ છે? બે સગીરાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું