રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોનાનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસ વચ્ચે સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે. આજથી વડોદરામાં કોરોના વિરુદ્ધ મેગા ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં ઘરે-ઘરે ફરી લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. પાલિકાની 590 ટીમો વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને મેગા સર્વેલન્સ કરી રહી છે. પાલિકાનાં 1200 જેટલા આરોગ્ય કર્મચારીઓ આ ઝુંબેશમાં જોડાયા છે. ચાર દિવસ સુધી આ અભિયાન ચાલશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા થર્મલ ગન, પલ્સ ઓક્સિમીટરથી સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ શાહ પણ આ કાર્યવાહીમાં જોડાયા છે. 


આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. વધુ 8 LRD તાલીમાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ  11  તાલીમાર્થી જવાનોના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 8 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી તાલીમ કેન્દ્રમાંથી 56 સેમ્પલ લેવાયા છે, જેમાંથી 49 કેસ પોઝિટિવ આવ્યા છે. વડોદરાના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં કુલ 472 LRD તાલીમાર્થીઓ તાલીમ મેળવતા હતા. હવે સતત વધી રહેલા કેસોને કારણે તમામ તાલીમાર્થીઓ ક્વોરેન્ટાઈન કરાયા છે. 


તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે. આજ રોજ ભરૂચ જિલ્લામાં  કોરોના પોઝિટિવના વધુ 15 કેસ નોંધાયા છે. આ સાથે કુલ આંકડો 367 પર પહોંચ્યો છે. ભરૂચના વધુ એક તબીબ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર