વડોદરા PCB એ બોગસ માર્કશીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ, અનેક બોગસ ડિગ્રી ધારકો ઝડપાય તેવી વકી
* વડોદરા પીસીબી પોલીસને બગાસુ ખાતા મળ્યું પતાસુ
* મસમોટા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : શહેર પોલીસે ફરી એકવાર બોગસ માર્કશીટનું મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ વખતે પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. વડોદરા પીસીબી પોલીસ સટ્ટા બેટિંગની બાતમીના આધારે રેડ પાડવા પહોંચી અને સ્થળ પરથી સટ્ટાબેટિંગ કરતો ધોરણ 10 નાપાસ આદિલ ચીનવાલા નામનો શખ્સ ઝડપાયો. પણ આદિલના ફોનની તપાસ કરતાં પોલીસ ચોંકી ઉઠી. ફોનમાં હતાં મોટી માત્રામાં બોગસ માર્કશીટ અને બોગસ સર્ટિફિટ. પોલીસે આદિલની કડકાઈથી પૂછપરછ કરતાં ના માત્ર સટ્ટાબેટિંગ પણ બોગસ માર્કશીટનું કૌભાંડ પણ હાથ લાગ્યું.
ઠગાઇના પણ ટ્યુશન ! 50 હજારનો ઠગાઇનો કોર્સ કરીને પ્રેક્ટિકલ કરવા આવેલા 4 ઝડપાયા
પોલીસ કરવા ગઈ હતી અન્ય કેસની તપાસ ત્યાં બીજો મોટો કેસ આશ્ચર્યજનક રીતે ઉકેલાઈ ગયો. આદિલની માહિતીના આધારે પોલીસે આકોટા પોલીસ લાઈનમાં રહેતા નોયલ ઉર્ફે નેવલ પરેરાના ઘરે તપાસ કરી પણ નોયલ ફરાર હતો. પણ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવનારા જીગર ગોગરા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી. પોલીસને આરોપી નોયલના ઘરેથી અલગ અલગ સ્કૂલ અને યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ટ્રસ્ટના સર્ટિફિકેટ મળી આવ્યા છે.
આ બોગસ માર્કશીટમાં મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી અને રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલ ધોરણ 12ની બોગસ માર્કશીટ પણ મળી આવી છે. સાથે જ ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય આગ્રાનું બેચલર ઓફ કોમર્સનું બોગસ સર્ટિ અને માર્કશીટ મળી કુલ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિદ્યાર્થીઓનું અલગ અલગ ટ્રસ્ટમાં એડમીશન કરાવતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ બોગસ માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટના આધારે અભ્યાસ માટે વિદેશ પણ મોકલતો અને લોકો પાસેથી મોટી રકમ પડાવતો હતો. હાલ પોલીસે આ મસમોટા કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube