હાર્દિક દિક્ષિત, વડોદરા: કોરોના (coronavirus) નું વધતું સંક્રમણ રોકવા રાજ્ય સરકાર દ્વારા 28 એપ્રિલથી 5 મે સુધી જીવન જરૂયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ વ્યવસાય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) શહેરના સુસેન ચાર રસ્તા પાસે આવેલા અશોર્ટ હબ નામના કોચિંગ કલાસ ના સંચાલક દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કલાસમાં બોલાવતા સંચાલક વિશાલ શર્માને દસ હજારનો દંડ ફટકારી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના (coronavirus) ના વધતા કહેર વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કોચિંગ કલાસ (Coaching Class), બ્યુટી પાર્લર, જિમ,સ્વિમિંગ પૂલ, મોલ, લારી ગલ્લા આ તમામ વ્યવસાયો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. છતાં કેટલાક લોકો સરકારના નિયમોની અવગણના કરી રહ્યા છે.

કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત


આજ રોજ વડોદરા (Vadodara) પાલિકા તેમજ પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમને માહિતી મળી હતી કે શહેરના સુસેન ચાર રસ્તા પાસે એશોર્ટ કોચિંગ કલાસ નિયમ વિરુદ્ધ જઈને ખોલવામાં આવ્યો છે. જેમાં 50 થી વધુ વિદ્યાર્થીઓને હાજર રાખી ભણાવવામાં આવી રહ્યા છે જે માહિતીના આધારે ટીમે તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કલાસમાં મળી આવ્યા હતા. 


જેથી ટીમ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ (Student) ને પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા તેમજ સંચાલક વિશાલ શર્માને દસ હજારનો દંડ ફટકારી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube