વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો
ગુજરાતના અન્ય શહેરોમાં હવે કોરોના માથું ઉંચકી રહ્યો છે. વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે. પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો અહીં તાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે 19 જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલિમી જવાનોમાં ભય ફેલાયો છે.
રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતના અન્ય શહેરોમાં હવે કોરોના માથું ઉંચકી રહ્યો છે. વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે. પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી 19 કેસ પોઝિટિવ આવ્યા છે. સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો અહીં તાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે 19 જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલિમી જવાનોમાં ભય ફેલાયો છે.
કોરોનાથી બગડતી પરિસ્થિતિનો તાગ મેળવવા CM વિજય રૂપાણી આજે જશે સુરત
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના લાલબાગ વિસ્તારમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં હાલ 471 જવાનો તાલીમ લઈ રહ્યાં છે. આ જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી. જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ જવાનોમાંથી 30માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાથી 19 તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમાચારથી અન્ય તાલીમાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ એકસાથે 19 દર્દીઓ આવતા સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. એકસાથે 19 દર્દીઓ આવતા મોડી રાત સુધી કોરોના વોર્ડ ધમધમતો રહ્યો હતો.
એકસાથે 19 જવાનોના રિપોર્ટ બાદ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓ દ્વરા 450થી વધુ તાલીમાર્થીઓને પોતપોતાના બેરેકમાં ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સાથે જ પોલીસ તાલીમ શાળા પણ બંધ કરી દેવાનો હુકમ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હજી એક મહિના પહેલા જ આ તમામ જવાનોની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. પરંતુ એકસાથે 19 જવાનોને કોરોના થતા એક મહિનામાં જ તાલીમ બંધ કરી દેવી પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર