Rajput Boycott BJP : રાજ્યભરમાં ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. ચારેતરફ રૂપાલાને હટાવવાની માંગ ઉઠી છે. ત્યારે વડોદરામાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. બેનર્સ અને પોસ્ટર સાથે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. વડોદરામાં ક્ષત્રિયો રેલી કાઢીને કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજની એ કજ માગ છે રૂપાલાની ટિકિટ કપાય. ટિકિટ નહિ ખેંચાય તો ક્ષત્રિય સમાજ મહાસંમેલન બોલાવાશે. આવામાં વડોદરામાં એક રાજપૂત આગેવાને પરસોત્તમ રૂપાલા માટે કહ્યુ હતું કે, લાજ હોય તો ડૂબી મર. તુ કયા મોઢે ઈલેક્શન લડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના આ નેતાએ શું કહ્યું....
વડોદરામાં એક રાજપૂત આગેવાને મીડિયા સામે કહ્યું કે, કોઈની ગરદન વાળી લો અને પછી પાઘડી પહેરાવો એનો કોઈ મતલબ ખરો. અને આટલી બધી અભદ્ર, આટલી ખરાબ ટિપ્પણી આજ દિન સુધી ભારતના ઈતિહાસમાં કોઈ નથી કરી. આની તપાસ કરો, આ મોહંમદ ઘોરીની ઓલાદ તો નથી ને, આવા શબ્દો વાપરનારાઓના અમે ક્ષત્રિયો માથા ઉતારી લઈએ છીએ. અમે તો મોજીની રિસ્પેક્ટ કરીએ છીએ, મોદીજી આ તો તમારા માટે પ્રેમ છે. રૂપાલાને કહીએ છીએ તુ વહેમ ન રાખીશ ભઈ, આ તો મોદીજી માટે પ્રેમ છે એટલે તુ ફરે છે. તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો, આની ઉપર બીજું કંઈ ન હોય. તારામાં થોડી શરમ હયા હોય, લાજ હોય તો ડૂબી મર. તુ કયા મોઢે ઈલેક્શન લડે છે. શરમ આવવી જોઈએ તને, કયા મોઢે ઈલેક્શન લડે છે. 


રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં : સરકારે રાજપૂતોને મનાવવા બંધબારણે બેઠક કરી


રાજપૂતોને મનાવવા સરકારની બેઠક
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા. 


સુખી સંપન્ન પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે : સમૂહ લગ્નમાં નોંધણી માટે બદલ્યો નિયમ