Vadodara: રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે.
રવિ અગ્રવાલ, વડોદરા: આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે. આ જૂથ અથડામણમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે. અત્રે જણાવવાનું કે રામ નવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થરમારો થતા આ જૂથ અથડામણ સર્જાઈ.
મળતી માહિતી મુજબ આજે રામનવમીના તહેવાર નિમિતે ફતેહપુરા ગરનાળા પાસે આ ઘટના ઘટી. ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થવા માંડી. મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરાઈ પણ મૂર્તિ બચાવી લેવાઈ. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ 1500 લોકોનું ટોળું ત્યાં આવી ચડ્યું હતું. પોલીસે વાતાવરણ તંગ બનતા લાઠીચાર્જ કરવો પડ્યો.
Video: અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર.....
રામનવમી પર 222 તોલા સોનું અને 10 કિલો ચાંદીમાંથી બનેલી આ રામાયણ વિશે ખાસ જાણો
સરકારનો અણઘડ વહિવટ! સમુદ્રના પાણીને પીવાલાયક બનાવતી ટેક્નોલોજી સદંતર વેડફાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube