ઝી મીડિયા/બ્યૂરો :વડોદરાના ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે. આરોપી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોય તેવુ આખરે સ્વીકાર્યુ હતું. જોકે, પોલીસ પૂછપરછમાં રાજુ ભટ્ટ ભાંગી પડ્યો હતો, અને તેણે પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાનું કબૂલ્યુ હતું. પોલીસે જ્યારે રાજુ ભટ્ટને પીડિતા સાથેના વાયરલ ફોટો બતાવ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના હાઈપ્રોફાઈલ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈન હજી પણ પોલીસની પકડથી દૂર છે. તે હજી સુધી પકડાયો નથી. પરંતુ રાજુ ભટ્ટના પકડાતા જ એક પછી એક રાઝ ખૂલી રહ્યાં છે. દુષ્કર્મનો આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. જેમા પોલીસે તેને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. રાજુ ભટ્ટને એ તમામ જગ્યાઓ પર લઈ જવાયો હતો, જ્યાં જ્યાં તે પીડિતાને લઈ ગયો હતો. સાથે જ અશોક જૈને પીડિતાને જે નિસર્ગ કોમ્પ્લેક્ષનો 903 નંબરના ફ્લેટ ભાડે અપાવ્યો હતો, ત્યા પણ પોલીસ રાજુ ભટ્ટને લઈ ગઈ હતી. 


આ પણ વાંચો : દાહોદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. રાહુલ લબાનાનું અકસ્માતે મોત, વરસાદને કારણે ગાડી ખાડામાં પડી  


રાજુ ભટ્ટે પીડિતાને ટીવી માર્યુ હતું 
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે ટીવી ઉંચું કરી તેને માર્યું હતું. જેથી તેને જમણા પગમાં વાગ્યું હતું. ત્યારબાદ રાજુ ભટ્ટે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આ ટીવી તુટેલી હાલતમાં કબજે કર્યું હતું. સ્થળ પરથી પોલીસને તુટેલી હાલતમાં ટીપોય મળી હતી. રાજુ ભટ્ટે પીડિતાને મનાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે માની હતી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ આખરે પીડિતાની ફરિયાદમાં તેનો ભેદ ખૂલ્યો હતો. 


છેલ્લા ચાર દિવસથી રાજુ ભટ્ટ પોલીસની પકડમાં છે. જેને કારણે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસે આરોપી રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યની કલમનો ઉમેરો કર્યો છે.