રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા શહેરમાં કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના સ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે આ ખર્ચ માથે પડ્યો છે. મહત્વનું છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ તળાવને સ્વચ્છ બનાવવા માટે અને ત્યાં વિકાસ કરવા માટે 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આજે તળાવની હાલત ખરાબ છે. પાલિકાએ કરેલો ખર્ચ પાણીમાં ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડોના ખર્ચ બાદ તળાવની સ્થિતિ ખરાબ
વડોદરા કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના બ્યુટીફિકેશનનો નિર્ણય કર્યો હતો. આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં તળાવમાં આજે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. તળાવ ફરતે બનાવેલા વોક-વે પર ઘાસ ઉગી નિકળ્યું છે. તો અહીં લાઇટો ફીટ કરવામાં આવી હતી જે આજે બંધ સ્થિતિમાં છે. કોંગ્રેસના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તળાવ સાફ કરાવવાની માંગ કરી છે. કોર્પોરેટરે કહ્યું કે, મહિનામાં બે વખત તળાવ સાફ કરાવવું જરૂરી છે. 


આ પણ વાંચોઃ Corona: ગુજરાત યુનિવર્સિટીની ઇમ્યુરાઇઝ હર્બલ દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી


તળાવમાં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
વડોદરા કોર્પોરેશને 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને તળાવની આસપાસ અનેક સુવિધાઓ શરૂ કરાવી હતી. ત્યાં વોક-વે બનાવવામાં આવ્યો, ગાર્ડન બનાવવામાં આવ્યું, તળાવની ફરતે એલ્યુમિનિયમના સળિયા પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તળાવનું પાણી ગંદુ છે, તેમાં કચરો જોવા મળી રહ્યો છે. તો વોક-વે પર ઘાસ ઉગી નિકળ્યું છે. અહીં ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube