રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેરના એનડીપીએસના ગુનાના ફરાર આરોપીને વડોદરા એસઓજી પોલીસે વેશપલટો કરી નસવાડીના બજારમાંથી ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે કેવી રીતે વેશપલટો આરોપીને પકડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાલા જેવો માહોલ


રાધેશ ઠગલીયાભાઈ રાઠવાને શોધવા SOGની ટીમ દ્વારા સતત ત્રણ વર્ષથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તેમ છતાં સફળતા મળતી ન હતી. ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાધેશ છોટાઉદેપુરના નસવાડી ખાતે બજારમાં ખરીદી કરવા માટે આવવાનો છે, જેને લઇ વડોદરા એસઓજી પોલીસ છોટાઉદેપુરના નસવાડી ખાતે પહોંચીને આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. 


ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્‍યો, પછી માતા-બહેનો સાથે...


નસવાડી ગામના ખરીદી બજારમાં એસ.ઓ.જી.ના જવાનોએ આરોપીને ઝડપી પાડવા માટે સતત ત્રણ દિવસ વેશ પલટો કરી ગામમાં રોકાણ કર્યું હતું, SOG પોલસ ગામની ભૌગોલીક પરિસ્થીતિથી વાકેફ થઈ, સાથે જ હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ એનાલીસીસથી ફરાર આરોપીની વોચમા પાણીપુરીની લારી, શાકભાજીની લારી અને લીલા નાળીયેરની લારી ચલાવી. આ ઉપરાંત ગ્રાહકનો વેશપલટો કરી બજારમાં સતત ત્રણ દિવસ વોચ રાખી તપાસ કરી. તે દરમ્યાન બપોરના સમયે આરોપી રાધેશ બજારમાં ખરીદી કરવા માટે આવતાં આરોપીને કોર્ડન કરી SOG પોલીસના જ્વાનોએ પકડી પાડ્યો હતો. 


જાન્યુઆરીમાં આ દિવસે બનશે ગજકેસરી યોગ, આ 3 રાશિવાળાઓ છાપશે નોટો, થશે ધનવર્ષા


ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વેશ પલટો કરી SOG પોલીસ જવાનોએ માત્ર ત્રણ દિવસમાં પકડી પાડ્યો. આરોપી રાધેશની કડક પુછપરછ કરતા તે વડોદરા શહેરના પાણીગેટના ગુનામાં નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી…આરોપી રાધેશ પોતાના ગામમાં ગાંજા છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરી વડોદરા શહેરમાં સપ્લાય કરતો હતો. આરોપી રાધેશ ટ્રાયબલ વિસ્તારના અંતરિયાળ ગામનો હોવાથી પોલીસને પકડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી…અગાઉ પણ પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા, તેમ છતાં પોલીસને સફળતા મળી ન હતી.


સુકન્યા સમૃદ્ધિ બાદ GPF વ્યાજ દરની જાહેરાત, સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત


વડોદરા SOG પોલીસે એનડીપીએસ ના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા વેશ પલટો કરી જે રીતે મહેનત કરી તે પ્રશંસાને પાત્ર છે. ગૃહ રાજ્યમંત્રીએ પણ વડોદરા SOG પોલીસની કામગીરીના વખાણ કર્યા છે, ત્યારે SOG પોલીસની કામગીરીથી કાનૂન કે હાથ લંબે હોતે હૈની કહેવત સાથર્ક થાય છે.


ઠંડીમાં દૂધ સાથે આ વસ્તુઓને ખાશો તો શરીરને મળશે બમણી તાકાત, દૂર રહેશે બિમારીઓ