વડોદરામાં અગ્રણી કોંગ્રેસી નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર ઘટના?
આ ઘટનામાં ભાદરવા પોલીસે પ્રેમપ્રકરણ, અપહરણ અને અંગત અદાવત કે ધંધાકીય હરિફાઈ સહિત તમામ થિયરીને ધ્યાનમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આખરે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના સાવલી તાલુકામાં કોંગ્રેસી નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ થયો હતો, જેની નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સાવલી તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વિજયસિંહ વાઘેલાનો 22 વર્ષીય પુત્ર બે દિવસથી લાપતા ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલા મંજુરસર જીઆઈડીસીમાં જેસીબી લઈને પોતાની સાઈટ પર માટી કામ કરાવવા ગયા બાદ વિજયસિંહ વાઘેલાનો પુત્ર કુલદીપસિંહ વાઘેલા અચાનક ગુમો થયો હતો.
આ ઘટનામાં ભાદરવા પોલીસે પ્રેમપ્રકરણ, અપહરણ અને અંગત અદાવત કે ધંધાકીય હરિફાઈ સહિત તમામ થિયરીને ધ્યાનમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આખરે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
મહત્ત્વનું છે કે, સાવલીના મંજુસર ગામેથી કોંગ્રેસ નેતાનો 22 વર્ષીય પુત્ર કુલદીપસિંહ વાઘેલા ગુમ થયાના મામલે તેની લાશ તળાવમાંથી મળી આવી છે. અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી કુલદીપસિંહ વાઘેલાની લાશ મળી આવી છે. આ ઘટનામાં ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. જોકે, ધંધાકીય હરીફાઇમાં કુલદીપસિંહ વાઘેલાની હત્યા કરાઈ હોવાની વાત વહેતી થઈ છે.
તમને જણાવી દઈએ કે સાવલી તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય અગ્રણી વિજયસિંહ વાઘેલાનો પુત્ર કુલદીપસિંહ વાઘેલા છે, અને છેલ્લા બે દિવસથી તેઓ ગુમ થયાના અહેવાલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube