રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. તંત્રના પાપને કારણે વડોદરાના નાગરિકો રખડતા ઢોરોનો ત્રાસ વેઠી રહ્યાં છે. હવે આ રખડતા ઢોરો રસ્તા પર ફરતા યમરાજ જેવા બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં રખડતા ઢોરોએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. ત્યારે રખડતાં ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લીધો છે. નિઝામપુરા વિસ્તારમાં રખડતી ગાયે મૂળજી ક્રિશ્ચન નામના શખ્સને અડફેટે લઈ જમીન પર પાડી દીધો હતો. જેમાં તેમનો હાથ તૂટી ગયો છે. સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા 65 વર્ષના મૂળજીભાઈ પરિવારમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ છે. જેમના કારણે ઘર ચાલતુ હતું, તેમનો હાથ ભાંગી જતા પરિવાર પર આભ તૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની લકવાગ્રસ્ત, અને પતિનો હાથ ભાંગી ગયો 
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૂળજી ક્રિશ્ચન નામના શખ્સને રખડતી ગાયે અડફેટે લેતાં તેમને ઈજાઓ પહોંચી છે. નિઝામપુરા વિસ્તારમાં ગાયે 65 વર્ષીય મૂળજી ક્રિશ્ચનને અડફેટે લઈ જમીન પર પાડી દીધા હતા. જેમાં તેમનો હાથ તૂટી ગયો છે. મૂળજીભાઈ ભાડાના મકાનમાં રહે છે, ઘરમાં ગેસનો બોટલ ભરાવવા પણ પૂરતા રૂપિયા નથી. પરિવારમાં 65 વર્ષના મૂળજીભાઈ એકમાત્ર કમાનારા વ્યક્તિ છે. તેઓ સિક્યોરિટીની નોકરી કરી ઘર ચલાવે છે. મૂળજીભાઈની પત્ની લકવાગ્રસ્ત છે. તેમની પાસે એટલા રૂપિયા પણ ન હતા, કે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકે. ગાયે અડફેટે લેતા સરકારી હોસ્પિટલમાં જઈ મૂળજીભાઈ પાટો બંધાવી આવ્યા હતા. 


આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ જોવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો એન્ટ્રી મળતા સુધી મેચ પતી જશે


કોંગ્રેસના કોર્પોરેટર રડી પડ્યા 
વડોદરા પાલિકાની ઢોર પાર્ટીની ટીમો રોજ 30 થી વધુ ગાયો પકડી પાંજરે પૂરી રહી છે, છતાં રસ્તા પર ઢોર ફરી રહ્યાં છે, તેમજ અકસ્માતના બનાવો યથાવત છે. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ઇજાગ્રસ્ત મૂળજીભાઈની મુલાકાત લેવા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર પીડિત પરિવારની મુલાકાત લેતા સમયે રડી પડ્યા હતા. મૂળજી ક્રિશ્ચનના પત્ની માર્થાબેન ક્રિશ્ચન રડતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના આંખમાઁથી આસું નીકળ્યા હતા. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ શાસકો પર પ્રહાર કર્યા હતા. પીડિત પરિવારને વળતર ચૂકવવા માંગ કરી છે. 



ગઈકાલે ગાયે અડફેટે લેતા બાળકીને 7 ટાંકા આવ્યા 
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રખડતાં ઢોર બન્યા માથાનો દુખાવો બન્યો છે. ગઈકાલે જ રખડતી ગાયે કોયલીથી પરત ફરતા પરિવારને અડફેટે લીધો હતો. ગાયની ટક્કરથી 9 વર્ષિય બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમાં ઈજાગ્રસ્ત બાળકીને 7 ટાંકા લેવા પડ્યા હતા. 


આ પણ વાંચો : મુસાફરોથી ભરેલી બસને સાંતલપુર હાઈવે પર અકસ્માત, બસનુ પડીકુ વળી ગયુ 


વડોદરામાં દિવસને દિવસે રખડતા ઢોરોના આતંકના બનાવ વધી રહ્યા છે. વડોદરા સહિત ગુજરાતમાં પણ આ પહેલા આખલા અને રખડતાં ઢોરની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે. વડોદરાની જ વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ વાઘોડિયા રોડ પર ડિવાઈડર કુદીને આવેલી ગાયે યુવકને શિંગડે ભરાવતા 18 વર્ષના હેનીલ પટેલને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. 



 
ત્યારે સવાલ એ છે કે, તંત્રની બેદરકારીનો હજી કેટલા લોકો બનશે ભોગ? વારંવાર હુમલા થાય છે તેમ છતાં તંત્ર મૌન કેમ? રખડતાં ઢોરના ત્રાસમાંથી ક્યારે મળશે મુક્તિ? તંત્રના બહેરા કાન સુધી લોકોની વ્યથા ક્યારે પહોંચશે? ઢોરને પકડતા અધિકારીઓ સામે થશે કાર્યવાહી? 


આ પણ વાંચો : 


ખજૂરભાઈની ચારેતરફ વાહવાહ થઈ, ખેત મજૂર પરિવારના અસ્થિર મગજના દીકરાની મદદે આવ્યા