વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસટન્ટ પર દષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મની જાક જમાળ જોઇને યુવાનો આ ક્ષેત્ર તરફ આકર્ષાઇ તો જાય છે પરંતુ સફળતા નથી મળતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: ઓનલાઇન ફ્રોડ કરનારી જમાતારા ગેંગને પોલીસે નક્સલી વિસ્તારમાંથી જીવના જોખમે ઝડપી લીધી


મુળ સાવલી ખાતે રહેતો દિપ પટેલ પોતે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતિને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતિ પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો. પગાર આપવાના બહાને ફિલ્મ પ્રોડ્યુસરે યુવતિને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતિ સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષકર્મ આચર્યા બાદ યુવતિ હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નિકળી ગઇ હતી. 


ગુજરાતનો આ ખ્યાતનામ કલાકાર લોકડાઉનમાં બેકારીથી પરેશાન, શાકભાજી વેચવા માટે મજબુર


જોકે ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતિને ધમકી આપી હતી કે, આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. દિપની હવસનો ભોગ બનેલી યુવતિએ આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની કેફિયતના સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube