હાર્દિક દિક્ષિત, વડોદરા: રાજ્ય સરકાર (State Government) દ્વારા કોરોના ને નાથવા માટે 28 એપ્રિલના રોજ આંશિક બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે શહેરમાં અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વડોદરા (Vadodara) ગારમેન્ટ એસોસિએશન તેમજ સલૂન સંચાલકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી પોતાની માંગ સરકાર સમક્ષ મુકી હતી. વડોદરા શહેરમાં રેડીમેડ ગારમેન્ટની આશરે 500થી વધુ દુકાનો આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે. 

ST બસોને ફરી નડ્યું કોરોનાનું ગ્રહણ, 3 રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરાયા


પરંતુ આંશિક બંધના કારણે આ કર્મચારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા સલૂન સંચાલકોએ જણાવ્યું હતું કે શહેર માં ચાર હજાર સલૂન કાર્યરત હતા. પરંતુ સરકાર દ્વારા બંધની જાહેરાત કરાતા સલૂન સંચાલકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. 

કોરોનાકાળમાં કાળા કપડાં પહેરી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોનું વિરોધ પ્રદર્શન


કેટલાક વેપારીઓની લોન ચાલુ હોવાના કારણે તેઓ દેવાદાર બન્યા છે. શહેરમાં આશરે 300 થી 400 સલૂન બંધ કરવાની નોબત આવી છે. ત્યારે તમામ વેપારીઓને એક મર્યાદિત સમય માટે વ્યવસાય કરવાની છૂટ અપાય તેવી શહેરના વિવિધ વેપારી સંગઠનો માંગ કરી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube