વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો
વડોદરા (Vadodara) માં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) પ્રમાણે લોકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) માં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) પ્રમાણે લોકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી છે.
ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા
Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો
મહત્વની વાત છે કે ટ્રાફિક પોલીસે અત્યાર સુધી 2.12 લાખનો દંડ વસૂલ કર્યો છે, તો અનેક વાહનો ડિટેઈન પણ કર્યા છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા કેટલાક વાહન ચાલકો ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ પણ કરે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ ભારે ભરખમ દંડ તો વસૂલી જ રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :