ધોબીકામ કરનારાની દીકરીએ કર્યું એવું કામ કે, પિતાનું માથુ ગર્વથી ઊંચુ થઈ ગયું
સામાન્ય રીતે કોઈ શિક્ષા કરવાના ભાગરૂપે જ ઉઠક-બેઠક કરવામાં આવતી હોય છે. તમે ક્યારેય સાંભળ્યું નહિ હોય તે કોઈ વ્યક્તિ પ્રેમથી ઉઠકબેઠક કરવા બેસી હોય. પરંતુ વડોદરાની એક કિશોરીએ દસ-પંદર વાર નહિ, પણ પૂરા 4000 વાર ઉઠકબેઠક કર્યા છે. ધોબીકામ કરતા પિતાની દીકરીએ 4000 ઉઠકબેઠક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
વડોદરા : સામાન્ય રીતે કોઈ શિક્ષા કરવાના ભાગરૂપે જ ઉઠક-બેઠક કરવામાં આવતી હોય છે. તમે ક્યારેય સાંભળ્યું નહિ હોય તે કોઈ વ્યક્તિ પ્રેમથી ઉઠકબેઠક કરવા બેસી હોય. પરંતુ વડોદરાની એક કિશોરીએ દસ-પંદર વાર નહિ, પણ પૂરા 4000 વાર ઉઠકબેઠક કર્યા છે. ધોબીકામ કરતા પિતાની દીકરીએ 4000 ઉઠકબેઠક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
વડોદરાની 13 વર્ષની કિશોરી રીયા ચૌહાણે 4000 ઉઠક-બેઠક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 4000 ઉઠકબેઠક માત્ર અઢી કલાકમાં જ કરી બતાવ્યા હતા. સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ મેળવવા માટે કઠોર પરિશ્રમની શરૂઆત કરી છે. રીયા ચૌહાણના પિતા ધોબીકામ કરે છે. ત્યારે એક સામાન્ય પરિવારમાંથી આવતી કિશોરીએ પરિવારને ગૌરવ થાય તેવું કામ કર્યું છે.
રીયાને આ રેકોર્ડ માટે તૈયાર કરનાર તેના કોચ બબલુ સાવંતે કહ્યું કે, વ્રજમાં અમે આ રીતે 15 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. આજે રીયાએ સોળમો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રીયાએ રોકાયા વગર સતત અઢી કલાક સુધી ફૂલ સ્કોટ્સ કર્યા હતા.
રીયાના પિતા ધોબીકામ કરીને ઘરનુ ગુજરાત ચલાવતા હોઈ તેને આ રેકોર્ડ માટે અનેક લોકોએ સપોર્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરાના સાત વર્ષના બાળક પ્રેમ સાવંતે 1 કલાક 52 મિનિટમાં 5018 સ્કોટ કર્યા હતાં. જ્યારે સાત વર્ષના જેસલ મિસ્ત્રીએ 40 મિનિટ ખુરશી ઉપર સ્ટ્રેચિંગ કરી હતી. મિક્સ માર્શલ આર્ટ વોરીઅર ફાઈટ ક્લબ ઓફ ગુજરાત દ્વારા મિક્સ માર્શલ આર્ટને પ્રમોટ કરવા માટે વડોદરા શહેરમાં માર્શલ આર્ટની ટ્રેનિગ આપવામાં આવે છે.