ઝી બ્યુરો/વડોદરા: એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોને હનીટ્રેપમાં આજકાલ ફસાવીને રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમ છતાં લોકોની આંખ ઉઘડતી નથી. ત્યારે વડોદરામાં કામવાળીના સ્વાંગમાં યુવતિએ મોટો કાંડ કરીને વૃદ્ધને ફસાવી રૂપિયા 50 હજાર પડાવ્યા હતા. કામવાળીએ વૃદ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. હનીટ્રેપનાં ચક્કરમાં વડોદરાના વૃદ્ધ એવા ફસાઈ ગયા કે તેમનું જીવન ઝેર બની ગયું. આજકાલ આવા કેસમાં અમુક લોકો ફસાઈ જાય તો સમાજમાં આબરૂ જવાની બીકે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળશે છોતરા!


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કામણગારી કામવાળી મહિલાઓથી સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ હરેશચંદ્ર પુરુષોત્તમ પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર વિદેશમાં રહે છે અને તેઓ પત્નીનું નિધન થયું હોવાથી તેઓ એકલા રહેતા હતા. ત્યારે ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. 


ઉત્તર ભારતમાં BJP નો ચહેરો બનશે નીતિન પટેલ? મોદી સહિત 4 CM સાથે કરી ચૂક્યા છે કામ


જાહેરાત થકી કામ માંગવા પહોંચેલી મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને દસ લાખની માંગણી કરી હતી, પરંતુ રૂ.50 હજાર પડાવી લીધા હતા. 3 સંતાનની માતાએ સાગરીતો સાથે મળી વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. ત્યારે સયાજીગંજ પોલીસે કામવાળી સહેનાઝની ધરપકડ કરી છે. તથા આણંદ-ભરૂચની બે યુવતીઓ અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


Electricity Rules: દિવસે સસ્તી અને રાત્રે મોંઘી મળશે વીજળી, સરકાર લાવી રહી છે નિયમ
  
ઘરકામ માટે આવેલ શહેનાજ એક વખત મોકાનો ફાયદો ઉઠાવીને કઢંગી હાલતમાં દરવાજા પાસે આવી હતી. અને તેણે  છેડતી કરી ખરાબ કામ કર્યાના આક્ષેપ કર્યા હતા. તે વખતે મહિલાએ ગોઠવેલ છટકા પ્રમાણે તેના સાગરિતો આવી ગયા હતા અને તેઓએ વૃદ્ધને ધમકાવીને કહ્યું હતું કે ઘરકામ કરવાના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામો કરો છો તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. અંતે 1.50 લાખની માંગણી કરતા હતા અને બળજબરીથી રૂ 50 હજાર કઢાવી લીધા હતા.


હે રામ! સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનું કરોડોનું ગફલું,ત્યાગવલ્લભ સ્વામીના ખુલાસા બાદ