જયંતિ સોલંકી/વડોદરા: ભાજપ સરકારના શાસનમાં રોકેટ ગતિએ વધતી જતી મોંઘવારીને લઈને ટીમ રીવ્યુલેશન દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસે દિવસે મોઘવારીનો માર સામન્ય જનતાની કમર તોડી રહ્યો છે, ત્યારે વધતી જતી મોંઘવારીના પગલે જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કેટલાક દિવસ ગરમીમાં વધુ વપરાતા લીંબુના ભાવ આસમને પોહચ્યા છે. ત્યારે વડોદરા શહેરના ટીમ રિવ્યુલેસનના સામજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા આજરોજ ભાજપ કાર્યાલય ખાતે લીંબુનું મફત વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે પોલીસ ભવન ખાતે જઈને મફત લીંબુનો વિતરણ કર્યું હતું.



વડોદરામાં સાયન્સ સિટી બનાવવાની જાહેરાત તો કરી, પણ કમાટીબાગમાં આવેલ પ્લેનેટેરિયમની હાલત બદથી બદતર


શહેરના યુવાનોએ વડોદરા પોલીસ કમિશ્નરને લીંબુ પકડાવવાનો પ્રયાસ કર્યો હતો. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસનો લીંબુના ભાવને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરાયો છે. મોંઘવારી માટે જવાબદાર ભાજપને રક્ષણ આપતી પોલીસને લીંબુની ભેટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓને મફતમાં લીંબુ આપવાનો કાર્યક્રમ હતો. ભાજપ કાર્યાલયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા પોલીસભવન ખાતે લીંબુ વિતરણ કરાયા હતા. કમિશ્નર કચેરીમાં લીંબુ નહીં લઈ જવા દેતા કમિશ્નરને ઉગ્ર રજુઆત કરી. 500 કિલો લીંબુ મફતમાં વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.



કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં, જાણો કંઈ જગ્યાએ છવાયું વાદળછાયું વાતાવરણ


આજરોજ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ અને ભાજપ નો ઝંડો લઈને આવનાર ને ટીમ રિવ્યુલેસન દ્વારા મફતમાં લીંબુ વિતરણ કરવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પણ ભાજપને બી ટીમ તરીકે કામ કરતી પોલીસ તંત્ર દ્ધારા ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવતા ટીમ રિવ્યુલેસન ભાજપ કાર્યાલય ને બદલે પોલીસ ભવન ખાતે પહોંચીને લીંબુ વિતરણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.