રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નવા 36 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1408 પર પહોંચી ગઈ છે. મહાનગર પાલિકાના મેડિકલ બુલેટિન અનુસાર આજે 179 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેરના ઓપી રોડ, હરણી રોડ, છાણી, પાદરા અને કરજણ વિસ્તારમાં નવા કેસો નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
કોરોના વાયરસની સારવાર બાદ શહેરના અલગ અલગ હોસ્પિટલમાંથી આજે વધુ 24 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે વડોદરામાં અત્યાર સુધી કુલ 895 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તો કોરોના વાયરસને કારણે અત્યાર સુધી કુલ 47 લોકોના મૃત્યુ થયા છે. 


ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી


વડું CHCમાં ગંભીર બેદરકારી આવી સામે
એકતરફ વડોદરામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે તો બીજીતરફ અમુક હોસ્પિટલોમાં બેદરકારી પણ સામે આવી રહી છે. શહેરની વડું CHCમાં ગંભીર બેદરકારી આવી સામે છે. હોસ્પિટલની બહાર ગંદકીના ઢગલા જોવા મલ્યા છે. ગટક લાઇન લીકેજ થતાં હોસ્પિટલની બહાર ગટરનું પાણી ફરી વળ્યું છે. પાદરા ગ્રામ્ય વિસ્તારમાં આ એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. હાલ કોરોનાના સમયમાં અનેક દર્દીઓ હોસ્પિટલ આવતા હોય છે. ત્યારે સાફસફાઈ રાખવી ખુબ જરૂરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર