રવિ અગ્રવાલ/વડોદરા :જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયેલ વડોદરાના યુવાન રાઈફલ મેન આરીફ પઠાણના નશ્વર દેહને ગઈકાલે રાત્રે તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. આજે નવાયાર્ડ સ્થિત રોશન નગરના તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળવાની છે. નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમયાત્રા દોઢ કિલોમીટર ફરશે. આ પહેલા આરીફના નિવાસ સ્થાને હજારોની સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન માટે પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન રાજેશ ગાંધીએ આપ્યું રાજીનામુ


આરીફ પઠાણનના પાર્થિવ દેહને ગઈકાલે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી હવાઈમાર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીની ટ્રક વચ્ચે તિરંગા વચ્ચે શહીદ જવાનને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે એરપોર્ટ સંકુલ પર ‘હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તિરંગામાં લપેટાયેલા પુત્રને જોઈને પિતા એક તરફ ભાંગી પડ્યા હતા, તો બીજી તરફ તેમણે કહ્યું હતું કે, દેશ માટે જાન આપનાર આરીફ પર તેમને ગર્વ છે. 


કર્ણાટક સંકટમાં દોષનો ટોપલો બીજેપી પર ન ઢોળી શકાય, 14 મહિનામાં ઘણુ બધું થઈ ગયું...


વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા


ક્રિકેટર યુસુફ પઠાણે શ્રદ્ધાંજલિ આપી
શહીદ જવાન આરીફ પઠાણને ઈન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણે શ્રધ્ધાંજલિ અર્પી હતી. ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા મહેબુબ ખાન પઠાણે નવાયાર્ડ સ્થિત આરીફના નિવાસસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી હતી.


અંતિમ દર્શન સમયે આરીફનો ભાઈ બેભાન થયો
હાલ આરીફનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આવામાં ભીડને કારણે આરીફ પઠાણનો ભાઈ બેભાન ભારે આક્રંદ કરતા બેભાન થયો હતો. આસીફ પઠાણ ગરમી વધુ હોવાના કારણે ગભરામણથી બેભાન થયો હતો. 


નાનપણથી જ આરીફમાં દેશપ્રેમ હતો 
દીકરાને ગુમાવવાનું દુખ વ્યક્ત કરતા આરીફના પિતાએ કહ્યું કે, દેશ માટે 100 આરીફ શહીદ થાય તો પણ મને કોઈ પરવાહ નથી. આરીફમાં બાળપણથી જ દેશપ્રેમ માટેનો જુસ્સો હતો. તે નાનપણમાં આર્મીના કપડા પહેરતો. આર્મીમાં જ નોકરી કરશે તેવુ તે કહેતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :