કર્ણાટક સંકટમાં દોષનો ટોપલો બીજેપી પર ન ઢોળી શકાય, 14 મહિનામાં ઘણુ બધું થઈ ગયું...

કર્ણાટકમાં 14 મહિના જૂની એચડી કુમારસ્વામી સરકાર પોતાના અંતર્વિરોધીઓને કારણે આખરે પડી ભાંગી. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપીએ લાલચ આપીને કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોને તોડ્યા છે. પરિણામે અમારી સરકાર પડી ભાંગી. તેમણે આ માટે બીજેપીના નેતા યેદિયુરપ્પાને 2008ના ઓપરેશન કમલ ફોર્મ્યુલા માટે જવાબદાર ગણાવ્યા. હવે સવાલ એ ઉઠે છે કે, શું કોંગ્રેસના દાવામા ખરેખર દમ છે કે કુમાર સ્વામીની સરકાર પાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજેપીનો હાથ છે. 

Updated By: Jul 24, 2019, 10:17 AM IST
કર્ણાટક સંકટમાં દોષનો ટોપલો બીજેપી પર ન ઢોળી શકાય, 14 મહિનામાં ઘણુ બધું થઈ ગયું...

નવી દિલ્હી :કર્ણાટકમાં 14 મહિના જૂની એચડી કુમારસ્વામી સરકાર પોતાના અંતર્વિરોધીઓને કારણે આખરે પડી ભાંગી. કોંગ્રેસનું કહેવું છે કે, બીજેપીએ લાલચ આપીને કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોને તોડ્યા છે. પરિણામે અમારી સરકાર પડી ભાંગી. તેમણે આ માટે બીજેપીના નેતા યેદિયુરપ્પાને 2008ના ઓપરેશન કમલ ફોર્મ્યુલા માટે જવાબદાર ગણાવ્યા. હવે સવાલ એ ઉઠે છે કે, શું કોંગ્રેસના દાવામા ખરેખર દમ છે કે કુમાર સ્વામીની સરકાર પાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજેપીનો હાથ છે. 

આજે પેટ્રોલ-ડીઝલ માટે આવ્યા છે રાહતના સમાચાર, જાણો શું

આ સવાલનો જવાબ શોધવામાં ગત વર્ષમાં મે મહિનામાં થયેલ કર્ણાટક વિધાનસભા ઈલેક્શન તરફ ફરી એકવાર જવુ પડશે. સંવિધાનિક દ્રષ્ટિથી જોવા જઈએ તો કર્ણાટક વિધાનસભા ઈલેક્શન બાદ કોઈ પણ દળને સ્પષ્ટ જનાદેશ મળ્યો ન હતો. જોકે, બીજેપી 105 સીટ જીતને સૌથી મોટા દળના રૂપમાં સામે તો આવ્યું, પરંતુ બહુમતના આંકડાથી સાત પગલા દૂર રહી ગયું. બીજેપી નેતા બી.એસ. યેદિયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ અઢી દિવસ બાદ બહુમત પરીક્ષણની વાત આવી, તો તેને સાબિત કરવામાં અસફળ રહ્યાં. 

દિવસેને દિવસે વધુ જવાન થઈ રહી શાહરૂખની આ એક્ટ્રેસ, બીકીની ફોટો શેર કરીને થઈ પોપ્યુલર

બગાવતના બીજ
આ વચ્ચે ઈલેક્શન બાદ કોંગ્રેસ અને કુમારસ્વામીની જેડીએસ વચ્ચે ગઠબંધન થયું અને ઈલેક્શમાં માત્ર 37 સીટ જીતીને ત્રીજા નંબર પર રહેનારી જેડીએસના નેતાને કોંગ્રેસે મુખ્યમંત્રી પદ ઓફર કર્યું. તે સમયે વિવિધ પ્રકારની ચર્ચા ચાલી કે, કોંગ્રેસ આલાકમાને 2019ના લોકસભા ઈલેક્શનને જોતા કર્ણાટકની 28 લોકસભા સીટને ધ્યાનમાં રાખીને ગઠબંધનનો નિર્ણય કર્યો. પરંતુ અહી સવાલ એ થાય છે કે, ત્રીજા નંબર પર રહેનારા દળના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કેટલો તર્કસંગત હતો. શું આ પવિત્ર ગઠબંધન હતું. શું ત્યારથી જ ગઠબંધનમાં બગાવતના બીજ પડ્યા ન હતા.

વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

આવું એટલા માટે કે, સરકાર બન્યાના પહેલા જ દિવસથી સ્પષ્ટ થઈ ગયું કે, કોંગ્રેસનું એક ગ્રૂપ જેડીએસને સમર્થન આપવાના પક્ષમાં ન હતું. કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું ગ્રૂપ કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં ન હતું. આ વાત સરકાર બનાવવાના છ મહિના બાદ જ સાબિત થતી દેખાઈ જ્યારે બે વાર મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાવુક થઈને સાર્વજનિક રીતે કહ્યું કે, તેઓ બહુ જ મુશ્કેલીથી સરકાર ચલાવી રહ્યાં છે. તેમને કામ કરવા દેવામાં નથી આવી રહ્યાં. આ સાથે જ વચ્ચે એવા સમાચારો પણ આવતા રહ્યા કે, ગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. મંત્રી પરિષદથી લઈને નિગમો સુધી પોતપોતાના લોકોને બેસાડવા માટે લોબિંગના સમાચાર આવી રહ્યા હતા. બંને દળનો મિજાજ પણ મેળ ખાઈ રહ્યો ન હતો. 

માત્ર બીજેપેની રોકવા અને 2019 લોકસભા ઈલેક્શનમાં જીત મેળવવા માટે આ ગઠબંધન બનાવવામાં આવ્યું હતું. 2019ના સામાન્ય ઈલેક્શનમાં કર્ણાટકની 28માંથી 27 સીટ પર બીજેપીની જીત મેળવ્યા બાદ જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, કુમારસ્વામી સરકારનો વિશ્વાસ જનતામાં કેટલો છે. આ ગઠબંધનના જાતીય ગણિતના ફોમ્યુલાને ધ્વસ્ત કરવામાં બીજેપીને બહુ જ મહેનત ન કરવી પડી. તેનાથી એ પણ સંકેત મળી ગયા કે, કુમારસ્વામી સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી નહિ શકે. કેમ કે, કોંગ્રેસને પણ આ ગઠબંધન ફોમ્યુલામાં અપેક્ષિત સફળતા નહિ મળી. તેના બાદથી જ આ ગઠબંધન પર અંદરખાને જ સવાલ ઉઠતા રહ્યાં. 

આ સાથે જ એવા સવાલ પણ ઉઠતા રહ્યા કે, 1 જુલાઈના રોજ જ્યારે સંકટની શરૂઆત થઈ તો ગત ત્રણ સપ્તાહમાં કોંગ્રેસ આલાકમાને આ ગઠબંધનને બચાવવા માટે કેટલી તત્પરતા બતાવી. શું સમય રહેતા બાગી ધારાસભ્યોની સમસ્યાઓનુ નિરાકરણ લાવવાનું સામ્યર્થ સત્તા પક્ષ પાસે ન હતું. બે સપ્તાહ સુધી સતત કર્ણાટકની સત્તાની ગલીઓમાં બબાલ મચી રહી, પરંતુ કોઈ પણ બાગીને સત્તાપક્ષ પોતાના ખેમામાં બીજીવાર ન લાવી શક્યું. આવી ઘટનાઓ સામાન્ય રીતે જોવા મળતી નથી કે, ધારાસભ્ય સત્તાપક્ષને છોડીને વિપક્ષની તરફ જતા રહે. કેમ કે, હકીકતમાં તેઓ વિપક્ષની તરફથી લોકો સત્તાપક્ષમાં જોડાવાની ચેષ્ટા કરે છે. 

આખરે શું કારણ હતું કે, આ બાગી ધારાસભ્યોએ કર્ણાટક કોંગ્રેસના કદાવત નેતા ડી.કે. શિવકુમારને મુંબઈમાં મળવાનો ઈન્કાર કરી દીધો. જોકે, કર્ણાટક સંકટ શરૂ થયા બાદ તેના મીડિયા રિપોર્ટસ પણ આવ્યા કે, જે બાગી ધારાસભ્યો છે, તેમાં સૌથી વધુ સિદ્ધરમૈયાના ગ્રૂપના છે. 

કોંગ્રેસનો ખરીદીનો આરોપ એ સમયે સાચો સાબિત થતો, જ્યારે ઈલેક્શન બાદ કોઈ દળને બહુમત ન મળતો અને સંખ્યાબળને મેળવવા માટે આ પ્રકારના ખેલ ખેલવામાં આવતા. પરંતુ તે ઉપરાંચ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન છેલ્લા 14 મહિનાથી સત્તામાં હતું અને તેમ છતા તેમના ધારાસભ્ય નારાજ થઈને અલગ જતા રહ્યાં. શું આ ધારાસભ્યોની નારાજગી માટે પણ ભાજપ જવાબદાર હતું.

સમગ્ર ઘટનાનો સાર સમજીએ તો, રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યા બાદ કર્ણાટક કોંગ્રેસમાં અંદરખાને રહેલા વિગ્રહો ખૂલીને બહાર આવી ગયા. જે લોકો કુમારસ્વામીની સાથે પક્ષમાં નહતા, તેમણે આ સંકટમાં સમાધાન લાવવામાં કોઈ રસ ન બતાવ્યો.

બીજેપીએ જ્યારે જોયું કે, ગઠબંધનમાં તિરાડો પડી રહી છે, અને કુમારસ્વામીના હાથમાંથી સત્તાની બાગડોર જઈ રહી છે, તો સક્રિય વિપક્ષ તરીકે તેણે ધીરજ રાખીને સદનમાં શક્તિ પરીક્ષણના દમ પર શાંતિથી રાહ જોઈ. આખરે જ્યારે બહુમત પરીક્ષણ થયું તો બીજેપીના તમામ 105 ધારાસભ્યો તેમની સાથે ઉભા રહ્યા. જ્યારે કે, કુમારસ્વામીનો સાથ તેમના જ લોકોએ છોડ્યો અને તેમની સરકાર પડી ભાંગી.