રવિ અગ્રવાલ/વડોદરા :85 દિવસના લોકડાઉન બાદ આખરે વડોદરામાં શાકમાર્કેટ ખોલવાની પરવાનગી મળી છે. ત્યારે વડોદરામાં આજથી 32 શાક માર્કેટ ખૂલશે. ઓડ ઈવન પદ્ધતિથી આ તમામ શાક માર્કેટ ખોલવામાં આવશે. જોકે, વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. માસ્ક પણ ફરજિયાત પહેરવું પડશે. આજે ગોરવા, ગોત્રી, તરસાલી, કિશનવાડી, વાડી, છાણી સહિતના વિસ્તારોમાં આજથી માર્કેટ ધમધમતા થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પહેલા જ દિવસે ખંડેરાવ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા 13 વેપારી અને 1 ગ્રાહકોને દંડ પણ કરાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 વેપારી દંડાયા 
ખંડેરાવ શાક માર્કેટ કોરોનાને પગલે કરાયેલા લોકડાઉનમાં ત્રણ મહિના બંધ હતું. ત્યારે ગઈકાલે વેપારીઓની વારંવારની રજૂઆત કરાયા બાદ માર્કેટ ખોલવાની પરમિશન પાલિકા દ્વારા અપાઈ હતી. પરંતુ ખંડેરાવ માર્કેટ શરૂ થયાના પહેલા જ દિવસે 13 વેપારીઓ દંડાયા હતા. તો શાક લેવા આવેલ એક ગ્રાહક પણ દંડાયો હતો. પ્રથમ દિવસે ધંધો મંદ રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત થઈ જશે તેવું વેપારીઓનું કહેવું છે. કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈનનું પાલન કેવુ થાય છે તે માટે રોજ ચેકિંગ થશે. 


ઉલ્લેખનીય છે કે, આજે વડોદરામાં કોરોનાથી વધુ 4 દર્દીઓના મોત થયા છે. વારસિયા, નવાપુરા, પાણીગેટ, મદનઝાંપા રોડ ના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સર્જીકલ એસોસિયેશના પૂર્વ પ્રમુખનું પણ કોરોનાથી મોત થયું છે. વડોદરામાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધીને 9191 થઈ ગઈ છે. જેમાંથી 53 ઓક્સિજન અને 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર