રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં ગુરુવારે શહેરની મધ્યમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં કારમાં પસાર થઈ રહેલા દંપતીનો આબાદ બચાવ થયો હતો. એલ્યમિનિયમની એંગલો ભરીને પસાર થઈ રહેલી જીપમાંથી એંગલો સરકરીને આગળ જતી કારમાં ઘુસી ગઈ હતી. આ એંગલો કારનો પાછળનો કાચ તોડીને ફ્રન્ટ સીટ પર બેસેલા દંપતીના પાછળના ભાગ વાગી હતી. દંપતીએ કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડિયા રોડ ઉપર રહેતા મદનભાઇ પટેલ તેમની પત્ની સાથે કારમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ રોડ ઉપરથી પસાર થતા હતા. તેઓની કારની પાછળ બોલેરો ટેમ્પો એલ્યુમિનીયમની એંગલો બેદરકારીપૂર્વક ભરીને જઈ રહ્યો હતો. ટેમ્પો ચાલકે બ્રેક મારતા ટેમ્પોની ઉપર બાંધેલી એંગલો છૂટી પડી ગઈ હતી અને આગળ જતી કારમાં ઘૂસી ગઇ હતી. 


જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર


ટેમ્પોમાંથી છૂટીને એંગલો આગળ જતી કારના પાછળના કાચ તોડીને છેક સ્ટિયરિંગ સુધી પહોંચી ગઇ હતી. જેમાં કાર ચાલક મદનભાઇ પટેલ અને તેમની બાજુની સીટ ઉપર બેસેલા તેમના પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો લોકો દોડી આવ્યા હતા અને એંગલોથી ઇજા પામેલા પટેલ દંપતિને તુરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ ગોત્રી પોલીસે ટેમ્પો ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.


[[{"fid":"200474","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ


નોંધનીય છે કે, શહેરમાં સવારે 7થી બપોરે 1 કલાક અને સાંજ 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડેલું છે. આમ છતાં, ભારદારી વાહન ચાલકો રૂપિયા 100 દંડ ભરપાઇ કરીને હેરાફેરી કરતા હોય છે. ટ્રાફિક પોલીસ તંત્ર પણ રૂપિયા 100 દંડ વસુલ કરીને સંતોષ વ્યક્ત કરતા હોય છે. પરિણામે ભોગ શહેરીજનોને બનવું પડે છે.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...