વડોદરા જિલ્લા પંચાયત સહિત 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તામાં
8 તાલુકા પંચાયતોમાંથી ભાજપને ફાળે માત્ર બે તાલુકા પંચાયત આવી છે.
વડોદરાઃ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોગ્રેસ જિલ્લા પંચાયત પર સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે આ સાથે 8 તાલુકા પંચાયતોમાંથી કોગ્રેસે 6 તાલુકા પંચાયત જીતી છે. જયારે ભાજપના ફાળે માત્ર 2 તાલુકા પંચાયત આવી છે. પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે મુબારક પટેલની વરણી કરવામાં આવી છે. સાવલી તાલુકા પંચાયતમાં ભાજપની બિનહરીફ જીત થઇ છે. કરજણ તાલુકા પંચાયતમાં કોગ્રેસે સત્તા જાળવી રાખી છે. પાદરા તાલુકા પંચાયત- કોગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. ત્યારે ડેસર તાલુકા પંચાયતમાં કોગ્રેસની બિનહરીફ જીત થઇ છે. શિનોર તાલુકા પંચાયતની કોગ્રેસની બિનહરીફ જીત થઇ છે. ડભોઈ તાલુકા પંચાયતમાં પણ કોગ્રેસની બિનહરીફ જીત છે. વાઘોડીયા તાલુકા પંચાયતમાં કોગ્રેસે સત્તા જાળવી રાખી છે.