પાટણ: આજે આપણે વાત કરીએ એક એવા વિવાહની જે આમ તો ટીવી સિરિયલ કે ફિલ્મી દુનિયામાં જોવા મળતા હોય છે. પરંતુ ક્યાંક ફિલ્મી કહાની હકીકત બની જાય છે. વાત છે હારિજના  કુકરાણા ગામના જ્યાં એક યુવાનની  સગાઇ બાદ જે જે યુવતી સાથે તેની સગાઇ થઇ હતી, તેનું અકસ્માત થયું અને અક્સ્માતમાં યુવતીએ પોતાના બંનેને પગ ગુમાવ્યા તેમ છતા યુવકે સગાઈનો વાયદો નિભાવી વિકલાંગ યુવતી સાથે લગ્ન કર્યાં. આ ઘટના બાદ સ્વાર્થની આ દુનિયામાં નિસ્વાર્થ સબંધના અનોખી પ્રેમ કહાની પર મહોર મારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણના હારીજ તાલુકાના કુક્રારાણા ગામમાં વાઘેલા મહાવીરસિંહની સગાઈ અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરીવાની દીકરી રીનલબા ઝાલા સાથે થઇ હતી. જોકે સગાઈના બે મહિના બાદ એવી ઘટના ઘટી કે જે સગાઇથી યુવક યુવતી તેમ જ પરીવારજનો ખુશ હતા, એ જ સગાઇ ક્યાંક હવે તૂટી જાય તેવો માહોલ યુવકના ઘરમાં ઉભો થયો કારણ કે  યુવતી રીનલબા સાથે કૃદરતે  વિતાર્યું પણ ના હોય તેવી ઘટના ઘટી.



રીનલબા સાથે એવી ઘટના ઘટી કે તેઓ ખેતરના એક વૃક્ષ પરથી નીચે પડી ગયા અને આ અકસ્માતની ઘટનામાં બંનેને પગ નિષ્ક્રિય થઇ ગયા. જેથી યુવતી વિકલાંગ થઈ ગઇ. લગાતાર બે વર્ષ સુધી પથારીમાં રહી પણ પગમાં કોઈ સુધારો આવ્યો નહીં અને ચાલી પણ શક્યા નહિ, ત્યારે સમાજના વડીલોએ આ યુવક યુવતીની સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો. જેના કારણે યુવતી ભાગી પડી તો બીજી તરફ સગાઈ કરનાર યુવાને યુવતી સાથે  લગ્ન કરવાનો નિર્ણય લીધો.


જોકે આ લગ્નને બન્ને પરિવારો નારાજ હતા અને વિકલાંગ યુવતી સાથે લગ્ન ન કરવાં યુવકને સમજાવતા હતા, પરંતુ યુવક બન્ને પરીવારજનોની વાત ન માની અને યુવતીને હાથોમાં ઉઠાવી કોર્ટમાં લઇ જઈ લગ્ન કર્યા હતા. આ દ્રશ્યો જોનાર દંગ રહી ગયા હતા. યુવકે યુવતીને હાથોમાં ઉઠાવી લગ્નના ફેરા ફરતા આ દર્ષ્યો કોઈ ફિલ્મ દ્રશ્યો નહોતા પરંતુ આ સત્ય ઘટના હતી. અક્સ્માતમાં બંને પગ ગુમાવનાર એક વિકલાંગ યુવતીને આ યુવકે પોતાની જીવન સાથી બનાવી અને કાયમ તેનો સાથ આપવાનો નિર્ણય કરી સમાજ જીવનમાં એક સંદેશો આપ્યો છે. 


તો યુવક આ વિશે કહે છે કે મારી સગાઈ થઈ ત્યારે યુવતીના બન્ને પગ સલામત હતા તો આજે તેનાં અક્સ્માતમાં બંને પગ ગુમાવ્યા છે તેમાં તેનો શું દોષ છે? હું તેની સાથે લગ્ન કરી ખુશ છું અને જિંદગી ભર સાથ નિભાવીશ. તો બીજી તરફ યુવકના માતાપિતા પણ હવે પુત્રના નિર્ણયથી ખુશ છે. સાથે મહાવીરસિંહ અને રીનલબામાં પણ લગન જીવન ખુશીથી પસાર કરી રહ્યા છે. ત્યારે ફિલ્મી દુનિયામાં વિવાહ ફિલ્મમાં માત્ર કાલ્પનિક ઘટના બને છે, પરંતુ આ સત્ય ઘટના આજના સ્વાર્થી સમાજ ને એક નવુ ઉદારણ  પૂરું પાડે છે.