ગૌરવ દવે, રાજકોટ: 2022ની ચૂંટણી (Election) ને હજુ એક વર્ષ કરતા વધુ સમયની વાર છે, જો કે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તૈયાર છે. તેવામાં રાજકોટ (Rajkot) માં ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા (Vajubhai Vala) ને ત્યાં મહત્વની બેઠક મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે મોડી મળેલી બેઠકમાં સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શન અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ (Jashabhai Barad) તથા માવજીભાઈ ડોડીયા (Mavjibhai Dodiya)  સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. પાટીદારોના ખોડલધામ જેવું જ કારડિયા રાજપૂત સમાજનું ભવાની માતા (Bhavani Mata) નું મોટું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ


Tokyo Olympics 2020: સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. રાજકીય રીતે કોઇ પ્રદર્શન કરવાની કોઇ વાત નથી. પક્ષ જે જવાબદારી સોંપશે તે હું કરીશ. 2022ની ચૂંટણીમાં હું કાર્યકર તરીકે કામ કરીશ. 2/3 બહુમતી માટે કામ કરીશ અને કોઇપણ મોરચો આવે તો પણ કોઇ ફેર નહી પડે. તમામ સમાજને સાથે રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે. 


બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube