Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ

કોરોના વાયરસ (Coronavirus) ના ડેલ્ટ વેરિએન્ટ (Delta Variant) પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે. 

Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યભર (Gujarat) સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવ્યા બાદ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યા છે. ત્યારે ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિન્ટનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિએન્ટ (Kappa Varian) ના ત્રણ કેસ મળી આવ્યા છે. 

અમદાવાદ (Ahmedabad) ની બી.જે.મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુના (Pune) ની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ (Kappa Varian) જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.

આ વાયરસ (Virus) ખૂબ જ ઘાતક તેને લઇને વૈશ્વિક સ્તરે રિસર્ચ થઇ રહ્યું છે. પરંતુ હજુ કોઈ મહત્વના તારણો મળ્યા નથી. અગાઉ એપ્રિલ મહિનામાં જે સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં જેમાં 32 કેસ ડેલ્ટા વેરિયન્ટના અને એક કેસ ડેલ્ટા પ્લસ (Delta Plus) વેરિયન્ટનો જોવા મળ્યો હતો.

મે મહિનામાં સાબરકાંઠા (Sabarkantha) ના તલોદ તાલુકામાંથી અને જૂનમાં ગોધરામાંથી અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ (Coronavirus) ના ડેલ્ટ વેરિએન્ટ (Delta Variant) પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news