ઊમેશ પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાત એ ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ માર્ગથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબર રકમનો ગાંજો પકડાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ રૂરલ પોલીસે મુંબઇથી સુરત જતી કારમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલજી રાઠોડ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન તેમને આ ગાંજો પકડવામાં સફળતા મળી છે. તેમણે પોલીસ ચેકિંગ માટે રોકેલી કારમાંથી 61 કિલોનો ગાંજો મળી આવ્યો છે. 


આ પણ વાંચો : વડોદરા : ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં એવી પાગલ કરી તે હાથ પર ચીરા મારવા મજબૂર બની  


મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કારમાં હેરાફેરી થતો નશીલો પદાર્થ માર્કેટમાં વેચાય તે પહેલા જ પકડાઈ ચૂક્યો છે. 61 કિલોનો ગાંજો કુલ 6 લાખની કિંમતનો છે. આ ગાંજો કારના ચોર ખાનામાં સંતાડાયો હતો. પોલીસ પૂરપરછમાં સામે આવ્યું કે, આ ગાંજો ઓરિસ્સાથી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો, અને મુંબઈથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ સાથે જ 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. તેમજ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત નશીલા પદાર્થની હેરાફેરીને પકડવા પોલીસે કમર કસી છે. કચ્છ હોય કે વલસાડ અને સુરત... ગુજરાત પોલીસે નશીલા પદાર્થને હેરાફેરીને અસફળ બનાવી છે.