ઝી બ્યુરો/વલસાડ: વલસાડના ડુંગળી રેલ્વે ખાતે 23 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજ આજરોજ ભારે વરસાદના કારણે બેસી પડ્યો હતો. બ્રિજમાં ભારે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી આગાહી! આ વિસ્તારોમાં થશે બારે મેઘ ખાંગા! ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી


વલસાડ તાલુકાના ડુંગરી ખાતે રેલવે ઉપર છેલ્લા છ વર્ષથી વિવાદમાં ચાલી આવેલ અને નવનિર્માણ પામી રહેલા બ્રિજની એપ્રોચ દિવાલ આજરોજ અચાનક બેસી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. બ્રિજ શરૂઆત થતાં જ બ્રિજની એપ્રોચ દીવાલની માટી પડતા દિવાલના જે મોટા બ્લોક છે એ તૂટીને બહાર આવી જતા સ્થાનિકોમાં રોઝ ફેલાયો છે. 12 થી 15 ગામને જોડતો આ ડુંગળીનો રેલવે ફાટક ઉપર છેલ્લા છ વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. 


ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો


23 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા બ્રિજ પહેલાથી જ વિવાદમાં હતો. બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હતું. ત્યારબાદ ફરી શરૂ કરવામાં આવતા બ્રિજના દિવાલ બેસી પડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષથી ફરી કામ શરૂ થતા બ્રિજના કામમાં એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે વધુ વરસાદ વરસે તો બ્રિજના એપ્રોચમાં ભરેલી માટી દિવાલ સાથે રોડ પર ધસી પડવાની મોટી ઘટના બની શકે છે. જેની ભીતિ હાલ સર્જાઇ રહી છે.


આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી