આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી ખાડીમાં વાવાઝોડું સર્જાશે?

Gujarat Rains: આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

1/4
image

રાજ્યમાં ફરી એક ખતરનાક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતીઓની ચિંતા વધી ગઈ છે. આગાહીકારો જણાવી રહ્યા છે કે, 19 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. 16 તારીખ બાદ રાજ્યભરમાં અતિશય વિકરાળ સિસ્ટમ સક્રિય હશે. ત્યાર પછી પણ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે હાલના સંજોગો અનુસાર શું બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની સંભાવના બની છે? શું બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે? પરંતુ આ બધા સવાલો વચ્ચે 19 જુલાઈથી બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સર્જાશે, જે સમગ્ર ગુજરાતને તરબોળ કરી નાંખશે. 

2/4
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ પડશે. પરંતુ 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. બીજી બાજુ રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

3/4
image

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે મેઘતાંડવ જોવા મળ્યું હતું. આગાહીના પ્રમાણે શું વાવાઝોડું સર્જાવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. 

4/4
image

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, 19 જુલાઈથી બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ સર્જાઈ શકે છે. અગાઉ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના કારણે કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. વાવાઝોડાના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે મેઘતાંડવ જોવા મળ્યું હતું.