Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ ના બોરડી વિસ્તાર માં પર આવેલા બોરડીમાં અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. મોટેભાગે ચીકુને ફળ તરીકે જ અને જ્યુસ બનાવવામાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે અહી ચીકુમાંથી બનાવેલી અદભૂત વાનગીઓ મૂકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેસ્ટિવલમાં ચીકુમાંથી અથાણું, ચોકલેટ, ચીકુ મીઠાઈ સહિત 40 થી વધુ વાનગીઓ બને છે. ત્યારે આ અનોખા ચીકુ મેળામાં ચીકુ બનાવટની અનોખી વાનગીઓ પણ રાખવામાં આવી હતી. આ પંથકમાં મોટાપાયે ચીકુનો વાવેતર ચીકુની વાડીઓ આવેલી છે. જેવી રીતે વલસાડ જિલ્લો આફૂસ કેરી માટે જગવિખ્યાત છે, એવી જ રીતે બોરડી વિસ્તારમાં 4500 હેક્ટર ચીકુનું વાવેતર કરવામાં આવે છે. હાલ આ વિસ્તારમાં રોજ આ 300 ટન ચીકુનું ઉત્પાદન થાય છે. 


સીઆર પાટીલ મહિલાઓને અયોધ્યાની ટુર કરાવશે, રામલલ્લાના દર્શન કરાવવાની આપી ખાતરી


બોરડીના ચીકુ બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં જાણીતા છે. ત્યારે છેલ્લા એક દશકથી આ વિસ્તારમાં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ચીકુ ફેસ્ટિવલમાં આ વિસ્તારના ચીકુ પકવતા ખેડૂતો ભાગ લે છે અને આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુના ફળ, જ્યુસ, ચીકુ ચોકલેટ અને ચીકુ અથાણા સહિત ચીકુની બનાવટની ચીકુમાંથી બનતી 40 થી વધુ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે. આમ ચીકુની અવનવી વાનગીઓનો સ્વાદનો ચટાકો લેવા ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રમાંથી લોકો આ ચીકુમેળામાં ઉમટી પડે છે. આ વર્ષે પણ બે દિવસીય ચીકુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.


કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ભારતીયોનું મોત : મૃતકોમાં બે સગાભાઈ, અને એક મિત્ર


આ વર્ષે આ વિસ્તારમાં આ અનોખા ચીકુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આયોજિત ચીકુમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ચીકુની વાનગીઓનો સ્વાદ માણી માણ્યો હતો. આ ચીકુ ફેસ્ટિવલ આ વિસ્તારના ચીકુ પકવતા ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. કારણ કે આ ચીકુ ફેસ્ટિવલને કારણે ચીકુની વિવિધ વાનગીઓનું વેચાણ વધી રહ્યું છે. સાથે જ ચીકુના બ્રાન્ડિંગ અને ચીકુની ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને આર્થિક ફાયદો પણ મળી રહ્યો છે. આથી આ ચીકુ ફેસ્ટિવલને કારણે અહીંના ખેડૂતો માટે આ ચીકુ ફેસ્ટિવલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. 


રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો : નવું નજરાણું અટલ સરોવર બનીને તૈયાર