રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો : નવું નજરાણું અટલ સરોવર બનીને તૈયાર

Rajkot Atal Bridge : રાજકોટના નવા બનેલા અટલ સરોવરના દ્રશ્યો આવ્યા સામે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ અટલ સરોવરનું કરશે લોકાર્પણ.... 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું...
 

1/6
image

રાજકોટમાં નવા વર્ષની શરૂઆત નવા પ્રોજેક્ટ સાથે થવાની છે. રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા થનગની રહ્યું છે, ત્યારે રાજકોટનું અટલ સરોવર બનીને તૈયાર થઈ ગયું છે. આગામી 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટને અટલ સરોવરની ભેટ આપશે. 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું.

2/6
image

અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે.   

3/6
image

અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.

4/6
image

અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.

5/6
image

6/6
image